SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ વંદી વિનય થકી આણંદ એહવે તેજે તપ્યો દિણંદ... ૬ નમો અરિહંતાણં મુખે ભાખી તિહાં મુનિ જિમ ગગને પંખી આકાશગામિની વિદ્યા એહ સુભગે નિશ્ચય કીધો તેહ... ૭ સુવે જાગે ઉઠે બેસે એહિજ પદ કહેતો હૃદયે હિસે શેઠ કહે વિદ્યા કિમ પામી મુનિસંબંધ કહ્યો શિર નામી... ૮ રે મહાભાગ ! સુભગ વળી એહથી દૂરે કર્મ ટળે ભવભયથી એહ વિદ્યા ગુણપાર ન લહિયે ધન પ્રાણી જિણે હિયડે વહીએ... ૯ એમ કહી આખો મંત્ર શીખવ્યો સાધર્મિકનો સંબંધ ભાવ્યો; એક દિન ઘન વૃષ્ટિ નદી પુરે ઘરે નવિ આવ્યો થયું અસૂરે... ૧૦ મહિષી સવિ પહેલાં ઘરે આવી સુભગે મનમાં વિદ્યા ભાવિ; નદી ઉછળી પર તટે જાવે લોહ કીલકે હિયડે વિંધાવે... ૧૧ તોયે પણ તસ ધ્યાન ન ચૂકે ચિત્ત સમાધિ તે નવ મૂકે; શેઠ તણે ઉપકારે ભરીયો અરિહા સ્ત્રી ગર્ભે અવતરિયો... ૧૨ ઢાળ ૨ અનુક્રમે ગર્ભ પ્રભાવ શ્રી જિન બિમ્બ જુહારૂં; સંઘભક્તિ કરૂં ખાસ શાસન શોભા વધારૂં ઉત્તમ દોહલા તેહ પૂરે જન્મ થયોરી; નામ સુદર્શન દીધ ઘર ઘરિ હર્ષ ભયોરી...૧ સકલ કળા આવાસ યૌવન વય પ્રસર્યોરી; નામે મનોરમા નારી પરણી હેજે વોરી; એહ જ નયર મોઝાર કપિલ પુરોહિત છેરી; રાજમાન્ય ધનવંત કપિલા ઘરણી અછેરી... ૨ શેઠ સુદર્શન સાથ કપિલ તે પ્રેમ વહોરી અનિશ સેવે પાય કપિલા તામ કહોરી; ષટ્ કર્માદિ આચાર મુકીએ દૂરિ ઘણોરિ એહવું શું છે સ્વામિ દાખો તેહ સુણોરી... ૩ કપિલ કહે સુણ નાર શેઠ સુદર્શન છેરી; જસ ગુણ સંખ્યા ન પાર કહેવા કોણ હવેરી; સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy