SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ આ તો કોણે ઓઢાડ્યા કાળા ચીર. આવું. ૨ કાળો રથને કાળા તુરંગ, ચાલ્યા એકલા મારી સંગ; આ તો રંગમાં કોણે પાડ્યો ભંગ. આવું. ૩ તમે આવોને મારા દેરી, મારું કોણ થાશે બેલી; મને રણ અટવીમાં જઈ મેલી. આવું. ૪ નથી પાપ ક્યાં મારા હાથે, રઘુવીર નથી મારી સાથે * કેમ તજી દીધી મારા નાથે. આવું. ૫ નથી ઉઘાડા મેલ્યા મારા વાળ, નથી ચડાવ્યું કોઈને આળ; આ તો કેવો રે આવ્યો મારો કાળ. આવું. ૬ નથી વાટમાં કોઈને વગોવ્યાં, નથી તીર્થ વચ્ચે લુગડા ધોયા; નથી કરડી દૃષ્ટિએ મેં જોયાં. આવું. ૭ નથી ધર્મ કદી હું હારી, નથી સોબત કીધી નઠારી; તો કેમ રામે કાઢી ઘરબારી. આવું. ૮ નથી પરબ પાણીની તોડી, નથી પાપને પગલે દોડી; કેમ રામે મને તરછોડી. આવું ૯ નથી મહેમાન પાછા વાળ્યા, નથી આતમ કોઈના બાળ્યા; નથી સાસુ નણંદને સંતાપ્યા. આવું. ૧૦ મારું જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઈની સંગ; આ તો શું થયો રંગમાં ભંગ. આવું. ૧૧ મારે આડે ઉતર્યો છે નાગ, મારા માથે ફરકે છે કાગ; મારું અંતર દાઝે છે અગાધ. આવું. ૧૨ મને સૂર્ય લાગે છે ઝાંખો, આજે દિવસ લાગે છે પાંખો; હવે રથને અહીં ઉતારી નાંખો. આવું. ૧૩ વનની અઘોર ઝાડીમાંય, ત્યાં શબ્દ ભયંકર થાય; આવી અટવીમાં કેમ રહેવાય ? આવું. ૧૪ વીર આવડો ક્રોધ કેમ કીધો, નથી બોલતાં શું વ્રત લીધો ? કેમ રામે મને દેશવટો દીધો. આવું. ૧૫ પાય લાગી સીતાની શીખ માંગી, માણેકવિજયે મમતા ત્યાગી; - માતા તમને મેલ્યા છે રામે ત્યાગી. આવું. ૧૬ ૨૯૨ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy