SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ તે ત્રણે ચિતે ઉપગાર રે સફલ થયો અવતાર રે, ઉતાર્યા ભવપાર રે... સાલ-મહાસાલ૦ ૮ ક્ષપક શ્રેણી પાંચે ચડ્યા, પાંચમું જ્ઞાન તે લીધ રે, ઋદ્ધિને કીર્તિ સમૃદ્ધ રે અમૃતપદ વશ કીધ રે, સેવક માગે તે સિદ્ધ રે, હોજો ધર્મની વૃદ્ધિ રે... સાલ-મહાસાલ૦ ૯ ૧૪૮. શાલિભદ્રની સજઝાયો (૧) બોલો બોલો રે શાલીભદ્ર દોવરીયા, દોવરીયા દો ચાર વરીયા. ૧ માય તુમારી ખડીય પૂકારે, વહુઅર સબ આગે ખડીયા. ૨ પોઢયો પુત્ર શિલા પર પેખી, આંખે આંસુ ઝળહળીયા. ૩ ફૂલની શયા જેહને ખૂંચતી, તેણે સંથારો શીલા કરીયા. ૪ પૂરવ ભવ માડી આહિરણી, આહાર કરી અણસણ કરીયા. ૫ આજ પીછે ડુંગર ચડનેકી, સુસ કરૂં હું ઈણ વરીયા. ૬ સનમુખ ખોલ જોયો નહીં માનું, ધ્યાન નિરંજન મન ધરીયા. ૭ કાજ સરે ઉદયરત્ન ઉનહિ કે, જીણે પલકમેં શિવ વરીયા. ૮ ૧૪૯. શાલિભદ્રની સઝાયો (૨) મહિમંડળમાં વિચરતાં રે, રાજગૃહી ઉદ્યાન શાલીભદ્રશું પરિવર્યા રે; સમવસર્યા વર્ધમાન,શાલીભદ્ર ગાઈએ, કરતાં ઋષિ ગુણગાન, આનંદ પાઈએ. ૧ માસક્ષમણને પારણે રે, વાંદી વીર જિણંદ; મુનિવર વહોરણ સંચર્યા રે, લહી જિનવર આદેશ. ૨ વચ્છ હોશે તુમ પારણું રે, આજ માતાને હાથ; નિસુણી અતિ આનંદીયા રે, શાલિકુમાર મુનિ નાથ રે. ૩ જિનવર આવ્યા સાંભળી રે, સામૈયાનો સાજ રે; હરખે ભદ્રા માવડી રે, કરે સૂત વંદન કાજ રે. ૪ મુનિવર ઈરિયા શોધતા, પહોંચ્યા માતાને ગેહ; રૂધિર માંસ જેણે શોષવ્યા, તપ કરી દુર્બલ દેહ રે. ૫ ઘેર આવ્યા નહિ ઓળખ્યા, નવિ વાંચા ઉષ્ણાંહિ; અન્નપાણી વહોરણ તણા રે,વાત રહી મનમાંહિ રે. ૬ આ સક્ઝાય સરિતા ૨ ૬૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy