________________
મોરલી ઈંડા પાસ આવી થઈ ઉદાસ આછેલાલ
અરૂણ નિરખી નવિ સંગ્રહ્માંજી... ૧૫
દેખી કરે એ પોકાર નયણે આંસુધાર આછેલાલ
દુ:ખ ધરતી મન મોરલીજી... ૧૬
સોળ ઘડી પર્યંત અકુની થઈ અત્યંત આછેલાલ
પંખીને શો આશરોજી... ૧૭
તિક્ષ્ણ અવસર ઘનઘાટ ગાજે કરી ગડેડાટ આછેલાલ
કાજળ સરખી કંઠલાજી... ૧૮
વરસે જલધર જોર ભરીયાં સર નદી ઠોર આછેલાલ
ઉડે ઝબકતી વિજળીજી... ૧૯
જળ વહે ઠામો ઠામ મોરલી ઈંડા તામ આછેલાલ જળથી ધોવાઈ ઉજવલ હુઆજી... ૨૦
ઉજ્વલ દેખી તેહ હઈડે હર્ષ સનેહ આછેલાલ
ઈંડા પાછાં આદર્યાંજી... ૨૧
બ્રાહ્મણ નારી જેહ હરિગૃહિણી થઈ તેહ આછેલાલ
સજ્ઝાય સરિતા
પૂરવકર્મવશે કરીજી... ૨૨
પામી પુત્ર વિછોહ ઉપન્યો ચિત્ત અંદોહ આછેલાલ
સોળ વરસ લગે એહનેજી... ૨૩
ઘડી એક વરસ વિચાર જાણી વિરહની ઠાર આછેલાલ વિયોગપણે દુ:ખ હોયે ઘણુંજી... ૨૪ સાંભળી જિનની લાણી સંયમ લઈ કેઈ જાણી આછેલાલ
સમકિત ધારી કેઈ થયાજી... ૨૫
નિસુણી નારદ તામ જિનને કરીય પ્રણામ આછેલાલ
મોહન વચને સંથુણ્યોજી... ૨૬
[?] ૧૩૮. રેવતી શ્રાવિકાની સજ્ઝાયો (૧) સોનાને સિંહાસન બેઠા રેવતી બેઠા બેઠા મંદિર મોઝાર રે ગજગતિ દીઠા મુનિ આવતાં સુંદર સિંહ અણગાર રે,
મંદિરે પધારો મેરે પૂજ્યજી ૧
૨૫૭