________________
ધન્ય સાધુની સેવા કરે, ખરચી બાંધે છે લાર રે. મુનિ ૧૨ તેણે કાલે તેણે સમે, વાયુ વાચો અસરાલ રે, અડધી કાપેલી ડાળી પડી, ત્રણ કરી ગયા કાળ રે. મુનિ ૧૩ પાંચમે દેવલોક ઉપન્યા, દશ સાગરનું આય રે, ઉદયરત્ન મુનિ એમ ભણે, જેની કંચન વરણી કાય રે. મુનિ ૧૪
૧૦૧. બાહુબલીની સઝાયો (૧) આદિ જિન વાણી સુણી હરખી ભગિની દોય રે સુણ બંધવ મોરા વિનય કરી ઈમ વિનવે આવી વનમાં જોય રે... સુણ બંધવ મોરા ૧ બાહુબલિ બેલ આકરો બળીયા તું શિરતાજ રે સુણ બંધવ મોરા બલ બલ છાંડી તું રહીયો તિમ ઇંડો ગજ રાજ રે... સુણ બંધવ મોરા ૨ બંધવ ગજ થકી ઉતરો ગજ કેહુ હવે કાજ રે સુણ બંધવ મોરા ગજ ચઢે કેવલ ન પામીયે ઈમ કહે શ્રી જિનરાજ રે... સુણ બંધવ મોરા ૩ જે ગજ ચઢે દુઃખ પામીયે તે ગજ તજીયે દૂર રે સુણ બંધવ મોરા બ્રાહ્મીને સુંદરી તણા વયણાં પ્રેમ અંકુર રે.. સુણ બંધવ મોરા ૪ મીઠા મધુરાં લાલરા થોડાને સુકુમાલ રે સુણ બંધવ મોરા ડાહ્યા ને મન ભાલતાં સુણીયાં વચન રસાલ રે... સુણ બંધવ મોરા ૫ બાહુબહી મન ચિંતવે એ મુજ ભગિની વચન રે સુણ બંધવ મોરા જુઠું મુજ નવિ કહે જે જિન ચેલી રતન્ન રે... સુણ બંધવ મોરા ૬ મેં જાણ્યું સહી એ ખરું માન મતંગજ રૂઢ રે સુણ બંધવ મોરા માન ન કીજે ભાઈસ્યું એમ શુભધ્યાન આરૂઢ રે... સુણ બંધવ મોરા ૭ તાત ખમિર્યો જાયને વંદુ સવિ અણગાર રે સુણ બંધવ મોરા લઘુ બંધવ સંયમે વડા તે પ્રણમ્ ગુણ ભંડાર રે... સુણ બંધવ મોરા ૮ ઈમ ધારી કાઉસગ્ગ પારીને ઉપાડે જબ પાય રે સુણ બંધવ મોરા કેવલ કમળા તવ વરે જય જયરવ સુર ગાય રે... સુણ બંધવ મોરા ૯ દેવ કમલ રચના કરે બેસે બાહુબલિ ઈશ રે સુણ બંધવ મોરા પ્રભુ પાસે આવે થર્ક પૂગી બહિની જગીશ રે... સુણ બંધવ મોરા ૧૦ આયુ પૂરણ પાળીને શિવ પહોંતો નિરાબાધ રે સુણ બંધવ મોરા પંડિત જય વિજય તણો મેર નમે એહવા સાધ રે... સુણ બંધવ મોરા ૧૧
૨૦૦
સઝાય સરિતા