SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દેઈ પ આવીયો રે લેઈ બહુ પરિવાર... મુનિજન૦ ૨ વિનયસહિત ગુરુ વાંદીને રે બેઠો તે નરરાય ગુરૂ પણ અવસર ઓળખી રે દેશના દે મુનિરાય... મુનિજન૦ ૩ શું પ્રાણી ભૂલા ભમો રે કુમતિ મિથ્યાત્વને છાંડીને રે ધર્મદેશના સાંભળી રે પુત્રને થાપી પાટ મૃગમદે જેમ કુરંગ રાખો ધર્મથી રંગ રે... મુનિજન૦ ૪ લીધું સંયમ નૃપતિએ રે આનંદે ગહગાટ રે... મુનિજન૦ ૫ છઠ્ઠું અમ બહુ તપ તપે રે પૂરવ ચૌદ સુજાણ અંતે માસ સંલેખના રે કરી પામ્યા નિરવાણ... મુનિજન૦ ૬ કેટલેક કાળે તિણ પુરે રે સમોસ મુનિરાજ સાંભળી પુંડરીક નરપતિ રે આવ્યો વંદન કાજ રે... મુનિજન૦ ૭ બેઠો કરીય પ્રદક્ષિણા રે વિનયવંત ગુણગેહ યોગ્ય જીવ જાણી કહે રે ધર્મ ઉત્તમ ગુરૂ તેહ રે... મુનિજન૦ ૮ ઢાળ ૨ હે પ્રાણી ! ભવસાગર ભમતાં નિર્ગમતાં કાળ અનંત દુર્લભ નરભવ પુણ્યે પામ્યા ગિરિપત્થર વિરતંત ચેતન ! ચેતો ચતુર સુજાણ સ્વારથીયો જગ જાણ... ચેતન૦ ૧ ચૌદ રાજના ચૌટા માંહે નવનવા વેશ બનાવ્યા પણ બાજીગરને દષ્ટાંતે કોઈ કાજ ન આવ્યા. એ સંસાર માંહે સહુ ચંચળ પ્રાણ તરૂણી ધન ગેહ સર્વ અનિત્ય પદારથ જગમાં નિશ્ચલ ધર્મ છે એહ... ચેતન૦ ૩ ફરી ફરી નરભવ મહી ન લહેશ્યો ધર્મ વિના તુમે પ્રાણી ચેતન૦ ૨ નરભવ રત્નપ્રમાદતણે વશ કાં નાખો ગુણ ખાણી... ચેતન૦ ૪ પછી પસ્તાવો કર્યું શું થાશે ? જો એ અવસર જાશે તે માટે તુમે ધર્મ આરાધો જેહથી સહુ સિદ્ધ થાશે... ચેતન૦ ૫ ઈત્યાદિક ઉપદેશ સુણીને ઘર આવે પુંડરીક કહે નિજ બાંધવને બોલાવી સાંભળ એ કુંડરીક !... ચેતન૦ ૬ અમે ગુરૂ પાસે સંયમ લેશું રાજ્ય તુમે હવે પાળો હૈયે હરખ ધરીને ભાઈ અમને અનુમતિ આલો... ચેતન૦૭ ૧૮૦ સાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy