________________
વચન સુણી બાંધવ તણા રે ભાઈ હળધર બોલે એહ પાંડવ ભાઈ કુંતા તણા રે ભાઈ ચાલો હવે તેને ઘેર રે... માધવ૦ ૧૬ વયણ સુણી હળધરતણાં રે ભાઈ માધવ બોલે એમ દેશવટો દેઈ કાઢીયા રે ભાઈ તે ઘર જાવું કેમ રે... માધવ૦ ૧૭ તેં તેહનાં કારજ કીધાં રે ભાઈ ધાતકી ખંડ મેં જાય દ્રૌપદી સોંપી આણીને રે ભાઈ તે કેમ ભૂલશે ભાય રે... માધવ૦ ૧૮ પાંડવ મથુરા પ્રગટી જિહાં રે ભાઈ અગ્નિપૂર્ણ સમુદ્રવીર તે નગરી ભણી ચાલીયા રે ભાઈ બાંધવ બહુ સુધીર રે... માધવ૦ ૧૯ ૭૨. (ખ) દ્વારીકાનગરીની સઝાય (૨) (ઢાળ-૪)
દુહા. શારદા ગુરૂ જિનવર નમી, હવે ત્રીજો અધિકાર ચોથા ખંડતણો કહે સુણતાં જય જયકાર... ૧ એકદિન નેમિ સમોસર્યા, કરતાં ભવિ ઉપકાર હરિ સામગ્રી મોટકી, વંદન કરે તે વાર... ૨ તિણ અવસર દ્વારાપુરી, દીઠી ઘેલી ઉદ્દીઠ યાદવ પણ સુખીયા ઘણા, નિજ નયણે કરી દીઠ... ૩ જઈ વંદુ નેમીશ્વરૂ, અવસર પામી એમ પૂછે પ્રાંજલી પુટ કરી, સ્વામી ભાખો નેમ... ૪ સ્વામી એવી દ્વારિકા, એ યાદવ સમુદાય રહેશે કે એ ક્ષય થશે, તે ભાખો જિનરાય... ૫
ઢાળ-૧ હવે બોલે નેમિ નિણંદ, સાંભળ તું નરવર ઈદ જગ સ્થિર નહિ ઈદ કે ચંદ, હો રાજ...
- સાંભળો વચન હમારા ૧ તુજ દેખતા ક્ષય થાશે, તેહનો કોઈ આધાર ન થાશે ઉગરશે જે વ્રત વાસે, હો રાજ... સાંભળો. ૨ તબ બોલે કેશવરાય, એ કોણ થકી ક્ષય થાય તવ બોલે ત્રિભુવન રાય, હો રાજ... સાંભળો. ૩
[ સક્ઝાય સરિતા
૧૩૯