________________
માને માનવ દુ:ખ લહે ચરણ કરણ ગુણ ફ્રોક આઠ શિખર આડા વળે ના'વે વિમલા લોક... ૨ અહો માને મુનિવર હુઆ છાંડી રાય સમૃદ્ધ
શક્રેન્દ્ર વંદન કરે માન
ત્યજી સ્તવ કીધ... ૩
ઢાળ ૧
મુદિતા લોક વસે ઝાઝા દશાર્ણનગર ધણી માજા
દેશ દશારણનો રાજા રમણીક ઋદ્ધિપતિ રાજે ઉપમા લંકાપતિ છાજે રે... ૧ ભૂપ દશારણ ભદ્ર લયો અરિજનનો ભય દૂર વહયો
ધર્મી ધર્મ ભણી ઉમહયો રે... રમણીક૦ ૨ રાગને રોષ નહિં દિલમાં રોગનો અંશ નહિં તનમાં
વીર સમોસરીયા વનમાં રે... રમણીક૦ ૩ કોલાહલ સુરનો મચીયો પ્રભુ આગળ નાચે શચીયો
દેવે સમવસરણ રચીયો રે... રમણીક૦ ૪
રૂપ અનન્ય અનુપવેરો શોભિત સિંહાસન બેસે
જલ-થલ કુસુમ વૃષ્ટિ વિકસે રે... રમણીક ૫
દેત વધાઈ વનપાલે લાખ વધાઈ ભૂપાળે
ઉઠી સભા સહુ તત્કાલે રે... રમણીક૦ ૬
ચાલજ્યો સર્વજના સાથે જિનવર વંદનને કાજે
૧૨૮
ઈમનગરે પડહો વાજે રે... રમણીક૦ ૭ જિનવાણી સુણતાં રંજીએ મિથ્યામતિ દૂરે તરે તજીએ
હયગય રથ ભૂષણ સજીએ રે... રમણીક૦ ૮ વીર ચરણકજ અનુસરીએ દક્ષિણ પ્રદક્ષિણા ફરીએ
નરનારી એમ ઉચ્ચરીએ રે... રમણીક૦ ૯
વંદુ રિદ્ધિ લેઈ સર્વે જિમ કોઈ નવિ વાંધા પૂરવે
ભૂપ ચિતે ઈણીપેરે ગર્વે રે... રમણીક૦ ૧૦ વળી મનના સંશય વમશું અનુભવ રંગરસે રમશું
શ્રી શુભવીર ચરણ નમશું રે... રમણીક૦ ૧૧
સજ્ઝાય સરિતા