________________
જો ઈહાં અરતિ ઉપજે રે લાલ તો જાજ્યો પૂરવ બાગ રે લાલ દોય ઋતુનાં ફળ ખાવજો રે લાલ કરજો મનમાન્યા રંગ રાગ રે લાલ... ૨ એ ફળને ખાધાં થકાં રે લાલ જાગશે વિષય વિકાર રે લાલ કામ દીપાવણ એહ છે રે લાલ મન ઈચ્છા પૂરણહાર રે લાલ... ૩ વાવ ઘણી છે એ બાગમાં રે લાલ સરોવર ઘણાં તિણ ઠાણ રે લાલ મોર બપૈયા કોયલ લવે રે લાલ જેહની મીઠી વાણ રે લાલ... ૪ તિહાં કદી અરતિ ઉપજે રે લાલ તો બાગ ઉત્તરમાં જાય રે લાલ દોય ઋતુનાં સુખ ભોગવો રે લાલ જિહાં ચકવા-ચકવી શબ્દ થાય રે લાલ..૫ તિમ હીજ પશ્ચિમ ભાગમાં રે લાલ દોય ઋતુનાં ફળ ખાઓ રે લાલ ક્રિીડા કરજો મન ગમી રે લાલ પણ દક્ષિણ બાગ મત જાઓ રે લાલ... ૬ તેહમાં સર્પ છે મોટકો રે લાલ ચંડરૌદ્ર કાળિનાગ રે લાલ રખે પીડા તુમને કરે રે લાલ મુજ તુમ ઉપર રાગ રે લાલ... ૭ દાંત છે લોહજ સારિખા રે લાલ જીભ તડગ્રહ જાણ રે લાલ તિણ કારણ વજું અછું રે લાલ રખે લીયે તુમ પ્રાણ રે લાલ... ૮ એમ એ ત્રણ્ય બાગમાં રે લોલ સર્વકાળ ગઘાટ રે લાલ સુખ શાતા ઘણી પામશો રે લાલ જો જ્યો માહરી વાટ રે લાલ.. ૯ એમ શિખામણ દેઈ કરી રે લાલ કહીને વારંવાર રે લાલ રયણાદેવી ચાલી સહી રે લાલ વાંસે એલડા નિરધાર રે લાલ... ૧૦
દુહા દોનું ભાઈ ચિત્ત ચિંતવે આરતિ મનમાં થાય સુખ પામે જેમ આતમા પૂરવ બાગમેં જાય... ૧ તિમહીજ પશ્ચિમ ઉત્તરે પણ સુખ ન લહે લગાર તવ મનમાંહે ચિંતવે બહુ ભાઈ તેણિવાર... ૨ દક્ષિણ દિશિના બાગમાં જતાં વીર્ય બહુવાર તેનું કારણ શું હશે ઈમ કહી ચાલ્યા તિવાર... ૩ તેહમાં દુર્ગધ અતિ ઘણી હાડ ઘણા તિણમાંય શૂળીએ પુરૂષને દેખીને સાંધા ઢીલા થાય... ૪ કોણ નગરી વસતા હતા કિમ વશ પડિયા આય કોણ અન્યાય તુમે કર્યો શૂળીએ દીધા ચડાય... ૫
સઝાય સરિતા
૧૧૭