________________
રૂ૫ અનુપમ નયણ વિશાળ ગંગાજળ ગુણ માલા રે... બાલ૦ ૧ શેઠ ધનાવહ મંદિર આણી બેટીની પરે જાણી રે અણખ અદેખાઈ મનમાં આણી તસ ઘરણી દુહવાણી રે... બાલ૦ ૨ મૂળા કુમતિતણી છે કુંડી ચંદના મસ્તક મૂડી રે બેડી જડીને જોઈ મતિ ઊંડી તાળું દેતી ભૂંડી રે... બાલ૦ ૩ આયો શેઠ ત્રણ દિન અંતે દિવસ બપોરે ચડતે રે અડદ બાકુળા દઈ એકાંતે સુપડા ખૂણે ખાંતે રે... બાલ૦ ૪ પાંચ દિન ઉણો છમાસી તપ અભિગ્રહ વીર અભ્યાસી રે આવ્યા આંગણે યોગવિલાસી દેખી કુંવરી ઉલ્લાસી રે... બાલ૦ ૫ એક પણ ઉબરા બહાર રાખી નયણે આંસુડા નાખી રે બાકુલા પડિલાભા મન સાખી મુક્તિતણી અભિલાષી રે.. બાલ૦ ૬ સાડી બાર કોડિ પરસિદ્ધિ વૃષ્ટિ સોમૈયાની કીધી રે અનુક્રમે સંયમ કમળા લીધી મૃગાવતીને દીક્ષા દીધી રે... બાલ૦ ૭ એક દિન વીર કૌશંબી આવ્યા ચંદ્ર સૂરજ મન ભાયા રે મૂળ વિમાને વાંદવા આવ્યા તેજ અધિક તસ કાયા રે.. બાલ૦ ૮ ઉઠો સ્થાનક આપણે ચેલી જાશું બે જણ વહેલી રે એવી વાણી મેલી ન વિજયે આવી ગુરણી એકલી રે.... બાલ૦ ૯ ઘોર ઘાટ અંધારે આઈ રહી પગે લગાઈ ખમાઈ રે કેવલ લઈ નિજ કર્મ ખપાઈ ગુરૂણીએ ખબર ન પાઈ રે... બાલ૦ ૧૦. હાથ ઊંચો લઈ ચંદના જગાઈ આવે નાગ ઉજાઈ રે તે અંધારે ખબર કિમ પાઈ કેવલજ્ઞાન ઉપાઈ રે... બાલ૦ ૧૧ મેં એ કીધી માઠી કરણી જ્ઞાનીની આશાતના કરણી રે ચેલી પગે લાગે તસ ગુરૂણી તું હીજ તારણ તરણી રે... બાલ૦ ૧૨ ગુરૂણી ચેલી કર્મ વિછોડી પહોંચી મુકિતશું જોડી રે નય વિજય પંડિતની જોડી, શિષ્ય કુંવર કહે કરજોડી રે...
બાલ૦ ૧૩ ૫૦. ચંદ રાજાની સજઝાયો (૧) આભારે નગરી ઉદ્યાનમાં જીહ મુનિસુવ્રત જિનરાજ વિચરંત આવી સમોસર્યા જીહો તિહાં મિલિયા સુરનર રાજ
સક્ઝાય સરિતા
૯૬