________________
લેણું ધનદત્ત ભવ તણું રે લીધું તે જણ શાલિભદ્ર રે... ભવિયાં ૮ પેટીનવાણું નિત દીયે રે સ્વર્ગથી પુત્રને કાજ માતાને બત્રીસ ભારજા રે વિલસે પુણ્યનાં રાજ રે... ભવિયાં ૯ કોઈ રાગે કોઈ રોષથી રે લહેણું લીયે સહુ કોય તે માટે ઋણ મત કરો રે એહ શિખામણ જોય રે. ભવિયાં ૧૦ ગુર્જર દેશનો શેઠજી રે શાલિભદ્ર ઓપમ જામ હેમાભાઈના રાજમાં રે કીધો વર્ણન ખાસ રે. ભવિયાં ૧૧ હેણાદેણા ઋણ ઉપરે રે વરણી એહ સઝાય સંવત અઢાર એકાએ રે દીપવિજય કવિરાય રે.. ભવિયાં ૧૨
[2] ૪૪. ગૌતમસ્વામીના વિલાપની સઝાયો (૧) તારા વિના વીર ! કોની સાથે બોલશું ? મશાનવત લાગે છે આ સંસાર જો વિધ વિધ શાસ્ત્રતણો આલાપ કરૂં કિહાં
ભોજન પણ નવિ ભાવે તુમ વિના નાથ જો... તારા ૧ કાર્ય સકલ કરવા તુજ અનુમતિ માગતો એવી હે વીર ! કોનાથી પ્રાપ્ત જ થાય જો પ્રેમ પ્રકર્ષે હર્ષ હતો મુજ અંતરે નિરાશ્રય કરી આપ ચાલ્યા શિવ સ્થાન જો અમૃત અંજન સમ પ્રભુ દર્શન તાહરૂ કરવા અતિઅમ અંતર ઈચ્છા થાય જો સ્વામી નિરાગી છતાં હું તમને વિનવું શિષ્ય ગણી લ્યો સાથે દીન દયાલ જો રાગદશાએ બંધન આ સંસારનું એહવી તારી વાણીનો વિસ્તાર જો આજ ખરેખર અનુભવથી અવગાહી મેં બાહ્ય દષ્ટિથી સ્વામી શિષ્ય ગણાય જો કોના વીર ને કોના સ્વામી જાણવા શ્રીયુત ગૌતમ એ ભાવે તદ્રુપજો નિજસ્વરૂપી કેવલ કમલા તું હર્યો ભવિ ! પ્રગટાવો એ ભાવે નિજ રૂપ જો
• [2] ૪૫. ગૌતમસ્વામીની સઝાય (૨) હે ઈન્દ્રભૂતિ ! તારા ગુણો કહેતાં હરખ ન માય રે, હે ગુણદરિયા ! સૂરવધુ કરજોડી તુમ ગુણ ગાય રે. જે શંકર વિરંચીની જોડી, વળી મોરલીધરને વિછોડી,
તે જિનજી સાથે પ્રીત જોડી. હે ઈન્દ્રભૂતિ. ૧
હર
સઋાય સરિતા |