________________
'
.
*
કાળી-૩
બાળક માટે વચનથી રે, ન રાખ્યો ક્ષણમાત્ર કરમની જુઓ ગતિ રે, વિપરીત છે કિરતાર... ૧ સપરિકર મુજ શિષ્યને રે, માર્યા એણે દુર રાજા હણવો મંત્રીને રે, ભરીયો કોપે કર... કરમ૦ ૨ જો તે ફળ મુજને હોવે રે, તો દાહક કરનાર થાઓ ભવ મુજ આવતે રે, નિયાણું ક્યું ધરી પ્યાર... કરમ૦ ૩ તવ મૃત બંધક મુનિવરો રે હુઆ અગ્નિકુમાર વાત સુણી એમ ચિંતવે રે, પુરંદરયશા નાર... કરમ૦ ૪ ઓઘો ખરડ્યો રકતથી રે, જાણી ભક્ષને હેત અંબર ચડીય ગીધ ચંચથી રે, પડીયો સ્વસા છે જેત... કરમ૦ ૫ રજોહરણ તે ઓળખી રે, નિજ ભાતનો તે જાણ એ શું કીધું કારમું રે, રાજા પાપી અજાણ... કરમ૦ ૬ વ્રત લહી પરલોક સાધીયો રે, પુરંદરયશા દેવા અવધિયે જાણી કરી રે, અગ્રિમ મૃત્યુ સચિવ... કરમ૦ ૭ દંડક રાયનો દેશ છે રે, કરે પ્રચંડ અગ્નિધાર એકે ઉણા પાંચસે રે, પરિષહ સહ્યાં તિહાં સાર... કરમની જુઓ ગતિ રે ૮
હળા
વધ પરિષહ ઋષિએ ખમ્યા, ગુરૂ બંધક જેમ એ શિવસુખ ચાહો જો જંતુઓ, તો તમે કોય ન કરશો એમ એ સંવત સસ મુનીશ્વરે, વસુ ચંદ્ર વર્ષે પોષ એ માસ ષષ્ટિ પ્રેમ રામે, ઋષભવિજય એમ ભાસ એ... ૧
૩૯. ગજસુકુમાલની સઝાયો (૧) સોના કેરા કાંગરા ને રૂપા કેરા ગઢ રે; કૃષ્ણજીની દ્વારકામાં, જોવાની લાગી રઢ રે, ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાલ રે, આ પુરાં પુન્ય પામીયા. ૧ નેમિનિણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે; ગજસુકુમાલ વીરા, સાથે બોલાઈ રે. ચિરંજીવો ૨
સક્ઝાય સરિતા