________________
ગૃહવાસ છાંડીને જેણે રે લીધો પર સંયમ ભાર રે ઈમ ભાવે ભાવ ઉદારે પણ વેદનાનો નહિં પાર રે થયો વાત પ્રકોપ પ્રચાર રે કર્મતણી ગતિ એવી મેરે લાલ.... ૧ તે દુ:ખમાં વલી સાંભરી રે દ્વારિકા નગરીની ઋદ્ધ સહસ વરસ મુજને થયા રે પણ એ મુજને કિણહી ન કીધ રે જેમ દીપાયને દુ:ખ દીધ રે હું એકલ મલ્લ પ્રસિદ્ધ રે પણ એ દુઃખ દેવા ગીદ્ધ રે કર્મ તણી ગતિ એવી મેરે લાલ... ૨ જો દેખુ હવે તેહને રે તો ક્ષય આણું તાસ તારા ઉદરથી હું સવે રે કાઢું પુર ઋદ્ધિ ઉલ્લાસ રે ઈમ રૌદ્ર ધ્યાન અભ્યાસ રે છૂટે તિહાં આયુ પાસ રે મરી પહોંચ્યા નરકવાસ રે કર્મતણી ગતિ એવી મેરે લાલ... ૩ સોલ વરસ કુમરપણે રે છપ્પન વળી મંડલીક નવસે અઠ્યાવીસ જાણીયે રે વાસુદેવ પણે તહકીક રે તિહાં કર્મ કીધાં ઠીક ઠીક રે ત્રીજી નરકે દુઃખ ભીક રે પહોંટ્યા તેહમાં ન અલીક રે કર્મ તણી ગતિ એવી મેરે લાલ...
કર્મ ૪ તપગચ્છ સિંહ સૂરીશના રે સત્યવિજય ગુણમાલ કપૂર સમા વિજયાભિધા રે જિન વિજય ગુરૂ ઉજમાળ રે ગુરૂ ઉત્તમ વિજય દયાળ રે તસ પદ્યવિજય કહે બાળ રે સુણતાં હોયે મંગળ માળ રે ભવિ ! છોડો કર્મ જંજાળ રે... કર્મ૫
૩૩. કૃષ્ણમહારાજાની સઝાયા નગરી દ્વારકામાં નેમિ જિનેસર, વિચરંતા પ્રભુ આવે; કૃષ્ણ નરેશર વધાઈ સુણીને, જિત નિશાન બનાવે, હો પ્રભુજી ! નહિ જાઉ નરકની ગેહે.
નહિ જાઉ નહિ જાઉ હો પ્રભુજી, નહિ જાઉ નરકની ગહે. ૧ અઢાર સહસ સાધુજીને, વિધિશું, વાંધા અધિકે હરખે; પછી નેમિ જિણેસર કેરાં, ઉભા મુખડાં નિરખે. હો પ્રભુજી ૨ નેમિ કહે તુમે ચાર નિવારી, ત્રણ તણાં દુઃખ રહીયા; કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ, હર્ષ ઘરી મન હઈયાં. હો પ્રભુજી ૩
સક્ઝાય સરિતા