SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અફપાથી માથી જાયર ઝાનો સ્વ. પૂ. પરમરાધ્યાપાશ્રીએ આ ગ્રંથ ઉપર ગુજરાતીમાં જ વિવરણ લખવા અંગે મને જણાવ્યું હતું. તેથી તે પ્રમાણે કરવાની મારી ભાવના હોવા છતાં સંયોગવશ એ પ્રમાણે કરવાનું શક્ય બન્યું ન હતું. વિ.સં. ૨૦૫૫માં એ કાર્ય મેં શરૂ કર્યું. આજે એ કાર્ય પૂર્ણ થાય છે. આ આનંદના અવસરે એક માત્ર વ્યથાનું કારણ એ છે કે આજે પૂ. પરમારાધ્યાપાશ્રીની પાવન ઉપસ્થિતિ નથી. મારા અધ્યાપક પં.પ્ર.શ્રી તૃમિનારાયણ ઝાનો અનુગ્રહ અને સ્વ. પૂજ્યપરમારાધ્યાપાશ્રી આદિ પરમતારક પૂજ્ય ગુરુદેવોની પુણ્યકૃપાથી આજે આ કાર્ય મેં પૂર્ણ કર્યું છે. આમાં અનેકાનેક અવરોધો હતા. પણ અવસરે અવસરે સહજ રીતે જ તે તે વિષયોના વિદ્વજનોના પુણ્ય પ્રયત્ન અવરોધો દૂર થતા ગયા. ખાસ કરીને મુદ્રિત પ્રતના અશુદ્ધ પાઠોની શુદ્ધિ માટે વિદ્વદર્ય મુ. શ્રી યશોવિજયજી મ.ના “વિંદāશિવ પ્રવર”ના આઠ ભાગોની સહાય અવિસ્મરણીય બની રહેશે. કંઈ કેટલાય સહાયકોના વૃન્દના સહકારથી નિષ્પન્ન આ કાર્યથી પ્રાપ્ત થનારા યશના વાસ્તવિક અધિકારી તે તે સહાયકો છે. અંતે ગ્રંથકારપરમર્ષિના શબ્દોમાં જ વિદ્ધજજનોને “આ પરિશીલનમાં કોઈ સ્થાને ઓછું જણાય તો તેઓ પોતાની મેળે ત્યાં જરૂરી ઉમેરીને અને કોઈ સ્થાને ખોટું જણાય તો યોગ્ય રીતે તેને ઢાંકીને પરિશીલનને સમજવાની કૃપા કરશે'-આવી પ્રાર્થના કરી વિરમું છું... અનેકાનેક આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય : “રત્નપુરી' મલાડ-ઈસ્ટ - મુંબઈ-૯૭ વિક્રમ સંવત ૨૦૬૧ શ્રાવણ વદ ૩ : સોમવાર
SR No.023236
Book TitleSajjan Stuti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy