SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યકિરણો વડે વિકાસ પામે છે. તે નયસ્વરૂપ પરાગથી યુક્ત એવું શાસ્ત્રમેળ સજજનસ્વરૂપ ભમરાઓના સમુદાયો વડે સેવાય છે.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે-ગ્રંથકારપરમર્ષિના મનસ્વરૂપ સરોવરમાં અત્યાર સુધી દીક્ષાના પૂર્વકાળમાં શાસ્ત્ર સ્વરૂપ કમળ બિડાયેલું હતું. પરંતુ ત્યાર પછી પોતાના ભવનિસ્તારક એવા પૂ. ગુરુદેવશ્રીના નામસ્મરણાદિસ્વરૂપ ગુણરૂપી સૂર્યકિરણો વડે એ શાસ્ત્રકમળ ખીલવા માંડ્યું. ખીલેલા એ કમળમાં સજજનોની નીતિ સ્વરૂપ પરાગ છે. એવા પરાગથી યુક્ત એવા કમળને સજજનોસ્વરૂપ ભમરાઓના સમુદાયો સેવે છે. આના મૂળમાં પૂ. ગુરુદેવશ્રીનું નામસ્મરણ કાર્યરત છે-એ સમજી શકાય છે. ૩૨-૨૪ આવા પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીના ઉપકારોનું ઋણ વાળી શકાય એવું નથી : એ જણાવાય છેनिर्गुणो बहुगुणै विराजितांस्तान् गुरूनुपकरोमि कैर्गुणैः। वारिदस्य ददतो हि जीवनं, किं ददातु बत चातकार्भकः ॥३२-२५॥ બહુગુણોથી શોભતા એવા પૂ. ગુરુભગવંતને, નિર્ગુણ એવો હું કયા ગુણોથી ઉપકૃત કરું ? કારણ કે પોતાનું જીવન આપનાર મેઘને, બિચારું ચાતક બાલ શું
SR No.023236
Book TitleSajjan Stuti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy