SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ समानायव्ययत्वे च, वृथा मुक्तौ परिश्रमः | गुणहानेरनिष्टत्वात्तत: सुष्टुच्यते ह्यदः ।। ३१-२५। . “લાભ અને નુકસાન સમાન હોય તો મોક્ષ માટેનો પરિશ્રમ વ્યર્થ બનશે. કારણ કે ગુણનો નાશ કોઈને પણ ઈષ્ટ બનતો નથી. તેથી આ જે કહેવાય છે (છવ્વીસમા શ્લોકમાં જણાવ્યું છે તે) તે સારું છે.''-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે નૈયાયિકોની માન્યતા મુજબ મોક્ષમાં જેમ દુ:ખ નથી તેમ સુખ પણ નથી. દુઃખનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ તો સુખનો પણ નાશ થઈ ગયો. આ રીતે દુ:ખનાશનો લાભ થયો. તો સુખના નાશનું નુકસાન પણ થયું. સુખનો અભાવ અને દુ:ખનો અભાવ : એ બંન્નેના કારણે આય્ અને વ્યયનું સામ્ય સ્વીકારવાથી મુક્તિને અનુલક્ષીને કરેલો પરિશ્રમ વ્યર્થ થશે. કારણ કે ગુણની હાનિ અનિષ્ટ છે. એ અનિષ્ટથી અનુવિદ્ધ એવા દુ:ખનાશના ઉપાયમાં અનિષ્ટના અનુબંધિત્વનું જ્ઞાન થવાથી કોઈ પણ બુદ્ધિમાનની તેમાં (દુ:ખનાશોપાયમાં) પ્રવૃત્તિ નહીં થાય. તેથી હવે પછી જે કહેવાય છે તે સારું કહેવાય છે. ।।૩૧-૨૫ પૂર્વે જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે ૪૮
SR No.023235
Book TitleMukti Vivek Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy