________________
આપણું વર્તન : એ બંન્નેનો સંવાદ જ આપણા આત્માને પરમાત્મા બનાવી શકે છે એ સાધકે તો નહીં જ ભૂલવું જોઈએ.
આ રીતે અન્યદર્શનકારે જણાવેલા અને જૈનદર્શનમાં જણાવેલા યોગનું સ્વરૂપ એક હોય તો ભેદ કઈ રીતે પડે છે-આ શક્કાનું સમાધાન ચોવીશમા શ્લોકમાં જણાવ્યું છે. દશ્ય એક હોવા છતાં બાહ્યસંયોગો, દષ્ટાની સ્થિતિ અને સાધનની ક્ષતિ... વગેરે કારણે જેમ દશ્યમાં ભિન્નતા વર્તાય છે તેમ દર્શનોમાં પણ ભેદ પડે છે.. ઈત્યાદિ વર્ણન ખૂબ જ શ્રદ્ધાજનક છે. પચીસમા શ્લોકથી આ રીતે આઠ સદ્દષ્ટિઓના નિરૂપણનો પ્રારંભ થાય છે. તે તે દષ્ટિઓનું સ્વરૂપ, તે તે દષ્ટિમાં પ્રાપ્ત થતાં યોગનાં અડો, બાધક દોષની હાનિ અને સાધક ગુણની પ્રાપ્તિનું અહીં સામાન્યથી વર્ણન છે. સંક્ષેપથી આઠ દષ્ટિઓના જ્ઞાન માટે એ પૂરતું છે.
બત્રીશીના અંતિમ ભાગમાં દષ્ટિઓના સાપાય નિરપાય; પ્રતિપાતયુતા અને અપ્રતિપાતયુતા : આ રીતે બે બે ભેદ દર્શાવ્યા છે. એમાંનો આદ્ય ચાર દષ્ટિઓનો પ્રથમ ભેદ મિથ્યાદષ્ટિને હોય છે અને બીજો ભેદ ભિન્નગ્રંથિક જીવોને હોય છે-એ જણાવીને છેલ્લે મિથ્યાષ્ટિઓને સદ્દષ્ટિઓ કઈ રીતે હોય-એ શક્કાનું સમાધાન જણાવ્યું છે. મિથ્યાત્વની મંદતામાં પ્રથમ ચાર દષ્ટિઓ પણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે, તેથી તેને યોગદષ્ટિ કહેવાય છે. મિથ્યાદષ્ટિ-ગુણસ્થાનકે પણ નિસર્ગથી જ જેઓ ભદ્રમૂર્તિ, શાંત, મૃદુ, વિનીત અને સંતોષના સુખની પ્રધાનતાને માનનારા હોય છે તેઓ પરમાનંદના ભાજન બને છે-આ વાત છેલ્લા શ્લોકથી જણાવી છે.
અંતે આ રીતે પ્રથમ ગુણસ્થાનકની નૈસર્ગિક એ યોગ્યતાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની આપણે પરમાનંદના ભાજન બની રહીએ.. એ જ એક અભ્યર્થના...
જૈન ઉપાશ્રય : પિંપળગામ
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ (બસવંત) (જિ. નાસિક) ફાગણ સુદ ૩, સોમવાર તા. ૨૩-૨-૨૦૦૪