SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નિરનુબંધ અને સાવ – અનાશ્રવ ભેદથી પણ યોગના બે પ્રકાર છે, જેનું સ્વરૂપ સત્તરમા અને અઢારમા શ્લોકમાં વર્ણવ્યું છે. ત્યારબાદ યોગના અધિકારી તરીકે યોગીજનોના પ્રકારોનું વર્ણન કરાયું છે. ફુલયોગી, ગોત્રયોગી, પ્રવૃત્તચક્રયોગી અને નિષ્પન્નયોગી-આ ચાર પ્રકારના યોગી જનોનું વર્ણન અહીં સ્પષ્ટપણે કર્યું છે. એ પ્રસંગે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ : આ ચાર પ્રકારના યોગને આશ્રયીને અહિંસા, સત્ય વગેરે યમોનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે. અન્તે અવચકયોગત્રયનું વર્ણન કરી આ બત્રીશી પૂર્ણ કરી છે. ‘યોગબિન્દુ’ અને ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’માંના કેટલાક પદાર્થોને લઈને રચાયેલી આ બત્રીશીના અધ્યયનથી યોગવિવેકના જ્ઞાનને પ્રાપ્ત કરવા દ્વારા તેને પ્રાપ્ત કરી આપણે સૌ પરમાનંદના પાત્ર બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.... આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
SR No.023224
Book TitleYog Vivek Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy