SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાકરણ કરીને દૈત્ર અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે યોગની સિદ્ધિમાં કારણ છે-એ આ બત્રીશીમાં મુખ્યપણે જણાવ્યું છે. વ્યવહારનયથી અને નિશ્ચયનયથી દેવ અને પુરુષકારમાં પરસ્પર સાપેક્ષતા કઈ રીતે સદ્ગત છે : એ અહીં સ્પષ્ટપણે જણાવાયું છે. લોકવ્યવહારથી પ્રસિદ્ધ દૈવાદિની ઉત્કટતાદિનું સમર્થન કરીને કાલભેદે દેવાદિનું પ્રાધાન્ય વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી પ્રાય: દેવ બાધિત બને છે. એથી સમજી શકાય છે કે યોગની સિદ્ધિમાં પ્રયત્નનું જ પ્રાધાન્ય છે. કોઈ વાર શ્રી નંદિષેણમુનિ આદિના પ્રબળ પુરુષાર્થથી દૈવનો બાધ ન થવા છતાં મોટા ભાગે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ થતો હોય છે. કર્મનો એ રીતે બાધ (ફળ આપવા માટે અસમર્થ બનાવવા સ્વરૂપ અહીં બાધ છે.) ન થાય તો ચરમાવર્તકાળમાં પણ યોગની સિદ્ધિ શક્ય નહીં બને. ગ્રંથના અંતિમ ભાગમાં ઉત્કટ પ્રયત્નના ફળસ્વરૂપે ગ્રંથિભેદ વર્ણવ્યો છે. અનાદિકાલીન રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ આત્મપરિણામને ગ્રંથિ કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુત્યદ્વેષ સ્વરૂપ યોગની પૂર્વસેવાની
SR No.023222
Book TitleDaiv Purushkar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy