SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વથા ક્ષણિવાદીને પૂર્વ-પૂર્વ ક્ષણ જ ઉત્તર-ઉત્તર ક્ષણના કારણ તરીકે અભિમત હોવાથી વાસના(સંસ્કાર)વિશિષ્ટ તે તે ક્ષણ જ ઉત્તરોત્તર સજાતીય કે વિજાતીય તે તે ક્ષણનું કારણ બને છે. આ રીતે તો અતીન્દ્રિય સંસ્કાર જ કારણ હોવાથી પ્રત્યક્ષસિદ્ધ કારણને કારણ માનવાની જ જરૂર નથી. અર્થાત્ તે તે કાર્યના નજરે દેખાતાં તે તે કારણોનું કોઈ જ પ્રયોજન નહીં રહે. યદ્યપિ કારણોનું(દષ્ટ કારણોનું) એ મુજબ વૈફલ્ય થાય તો ભલે થતું-એમ કહીને બૌદ્ધો ઈટાપત્તિ કરી શકે છે. પરંતુ પ્રત્યક્ષસિદ્ધ કાર્યકારણભાવના સ્વીકારમાં કોઈ બાધક ન હોવાથી પ્રત્યક્ષબાધિત કલ્પના કરવાનું ઉચિત નથી... ઈત્યાદિ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ અન્યત્ર જણાવ્યું છે. ।।૧૭-૫ ઉપર જણાવ્યા મુજબ કાર્યમાત્રની પ્રત્યે જો દૈવ અને પુરુષકાર ઉભય કારણ હોય તો તે તે કાર્ય દૈવથી કે પુરુષકારથી થયું છે... ઈત્યાદિ સ્વરૂપે અન્યતર કારણતાનો વ્યવહાર કેમ થાય છે ? એ શંકાનું સમાધાન કરાય છે अनुत्कटत्वं गौणत्वमुत्कटत्वं च मुख्यता । द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशनियामकम् ॥१७- ६॥ “અનુટને ગૌણ કહેવાય છે અને ઉત્કટને મુખ્ય કહેવાય છે. આ અનુટત્વ અને ઉત્કટત્વ બંન્ને પ્રત્યેક(દૈવ પુરુષકાર-એક એક)જન્યત્વના વ્યવહારનું કારણ છે.’-આ
SR No.023222
Book TitleDaiv Purushkar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy