SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તેનાથી કલ્યાણ થયું. આપવામાં વિલંબ થયો નથી. જે કોઈ વિલંબ થયો તે ગ્રહણ કરવામાં થયો છે. શ્રી વીતરાગપરમાત્માના સિદ્ધિગમન પછી પણ શાસ્ત્ર અને તદનુસારી ધર્મોપદેશથી આજે પણ એ પરમતારક મોક્ષમાર્ગને આરાધી ભવ્યાત્માઓ પરમપદની સાધના કરી જ રહ્યા છે. આથી સમજી શકાશે કે મોક્ષના માર્ગનું પ્રદાન કરવા સિવાય પરમાત્માનો અનુગ્રહ નથી અને હોઈ પણ ના શકે. વાસ્તવિક અનુગ્રહ જ એ છે. એ સિવાય પરમાત્મા બીજું શું કરી શકે ? તેઓશ્રી આપણને માર્ગદર્શક પાટિયાની જેમ માર્ગ બતાવે, પરંતુ મોક્ષ પામવાનો બધો જ પ્રયત્ન આત્માએ પોતે જ કરવાનો છે. આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પરંતુ પરમાત્માએ માર્ગ દર્શાવ્યો ન હોત તો આપણને મોક્ષમાર્ગની પ્રાપ્તિ જ ના થઈ હોત. તેથી માર્ગદર્શન કરાવવા સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે. અન્યદર્શનકારોએ વર્ણવેલો પરમાત્માનો અનુગ્રહ વાસ્તવિક નથી.।।૧૬-૩૦ના 8888888 પરમાત્માનો અનુગ્રહ, તેઓશ્રીની પરમતારક આજ્ઞાના પાલનમાં જ સમાય છે : એને પ્રકારાન્તરે જણાવાય છે जिनेभ्यो याचमानोऽन्यं, लब्धं धर्ममपालयन् । तं विह्वलो विना भाग्यं, केन मूल्येन लप्स्यते ॥ १६-३१॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે-“પ્રાપ્ત થયેલા ધર્મનું પાલન ૪૯
SR No.023221
Book TitleIshanugrah Vichar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy