SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માટે એવા કોઈ જ વિશેષનો ઉપયોગ નથી. અવિદ્યાદિને માનનારા તે તે દાર્શનિકોએ અવિદ્યાદિને ભવના કારણ તરીકે વર્ણવીને યોગની આરાધનાથી તે દૂર કરવા યોગ્ય છે : આ વાતનો બધાએ જ સ્વીકાર કર્યો છે. એ વિશેષને છોડીને બીજા મૂર્તત્વાદિવિશેષ તેમાં(ભવના કારણભૂત અવિદ્યાદિમાં) હોય તો પણ તેનું કોઈ જ પ્રયોજન ન હોવાથી તે અકિંચિત્કર છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૬-૨૨ા. BECAUHERBA દેવતા અને અવિદ્યાદિગત મૂર્તસ્વામૂર્તવાદિ જે વિશેષ છે તે નિરર્થક હોવાથી તેનું નિરૂપણ કરવાનું પણ નિરર્થક છે, તે યત પર્વ... ઈત્યાદિથી જણાવાય છે ततोऽस्थानप्रयासोऽयं, यत्तभेदनिरूपणम् । सामान्यमनुमानस्य, यतश्च विषयो मतः ॥१६-२३॥ “પરમાત્માદિગત વિશેષ અકિંચિકર હોવાથી જે-તે દેવાદિમાં રહેલા વિશેષનું અન્વેષણ કરવું-એ પ્રયત્ન વિદ્વાનો માટે નિરર્થક-અસ્થાને છે. કારણ કે પરમાત્માદિને સિદ્ધ કરનારા અનુમાનનો વિષય સામાન્ય મનાય છે.'-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મોક્ષના કારણભૂત મુક્તાત્મા વગેરેમાં અને સંસારના કારણભૂત અવિદ્યાદિમાં મૂર્તત્વાદિવિશેષો નિરર્થક હોવાથી તત્ત્વચિંતકો માટે દેવાધિવિશેષનું નિરૂપણ-ગવેષણ કરવાનું નિરર્થક છે અર્થા એ પ્રયત્ન અસ્થાને(અનુચિત) છે. આ એળે જ છે
SR No.023221
Book TitleIshanugrah Vichar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy