SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ન વિયોગની ઉપપત્તિ ઈશ્વરની ઈચ્છા વિના શક્ય નથી.. આ વાત પણ બરાબર નથી. કારણ કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક(વાસ્તવિક) હોય તો આત્માને અપરિણામી માની શકાશે નહિ. સંયોગ અને વિયોગ; બંન્નેમાં(પ્રકૃતિ અને પુરુષમાં) વૃત્તિ હોવાથી સંયોગ અને વિયોગ સ્વરૂપ જન્યધર્મનો આશ્રય જ આત્મા થશે. અર્થાદ્ જન્મધર્માનાશ્રયત્વ આત્મામાં(પુરુષમાં) નહીં રહે અને તેથી જન્મધર્મના અનાશ્રય તરીકે આત્મામાં અપરિણામિત્વ સસ્કૃત નહીં થાય. જો પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક ન હોય તો ઈશ્વરેચ્છા કોનું કારણ બનશે ? અર્થાત્ તે કોઈનું પણ કારણ નહીં બને. તેમ જ ઈશ્વર કૃતકૃત્ય હોવાથી તેમને ક્યું પ્રયોજન છે કે જેથી તેઓ જગતનું નિર્માણ કરે. ‘તેઓ પરમકરુણાસંપન્ન હોવાથી પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવાનું જ તેમને પ્રયોજન છે. તેથી તેઓ જગતનું નિર્માણ કરે છે.’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એવી કરુણાથી જ તેઓ જગતનું નિર્માણ કરે તો બધા પ્રાણીઓનું ઈષ્ટ જ કરે, શા માટે કેટલાંકને સુખી કરે અને કેટલાંકને દુ:ખી કરે ? ઈત્યાદિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયના વિવરણમાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી જણાવ્યું છે... આથી સમજી શકાશે કે પરમાળિાત્ ભૂતાનુગ્રહ વાસ્ય પ્રયોજ્ઞનમ્ આ ભોજનું વચન યોગ્ય નથી. ।।૧૬-૬॥ BACTERIZER ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે-આ ૧૭
SR No.023221
Book TitleIshanugrah Vichar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy