SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની ઈચ્છાથી સમગ્ર જગત કર્મ પ્રમાણે ફળને અનુભવે છે.” આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પાતંજલદર્શનમાં સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી અનાદિશુદ્ધ ઈશ્વરનું નિરૂપણ કરાય છે. એ ઈશ્વરને બ્રહ્માદિસ્વરૂપ માની લેવાય તો તે તે સૃષ્ટિકાળની અપેક્ષાએ તે આદિમાન થઈ જાય, અનાદિ ન રહે. તેથી તેમને બ્રહ્માદિથી અતિરિક્ત માની લેવાય છે. તેમની અનાદિતાને આ શ્લોકમાં જણાવી છે. તે તે દર્શનના પ્રણેતા એવા કપિલાદિ ઋષિઓના પણ ઈશ્વર પરમગુરુ હોવાથી તેઓ અનાદિ છે. “પs પૂર્વવામાં ગુરુ નાનવછતા” (૧-ર૬) આ સૂત્રથી જણાવ્યું છે કે ઈશ્વર કાળથી પરિમિત ન હોવાથી કપિલાદિ ઋષિઓના પણ પરમગુરુ છે. જેમ બ્રહ્માદિ દેવો સૃષ્ટિકલાદિમાં હોય છે અને નથી હોતા તેથી તે કાલાવચ્છિન્ન છે તેમ ઈશ્વર કાલાવચ્છિન્ન નથી, તેમનું અસ્તિત્વ સદાને માટે છે. જેમનું અસ્તિત્વ કાલવિશેષમાં જ હોય છે તેમને કાલાવચ્છિન્ન (કાલપરિમિત) કહેવાય છે. કાળને લઈને જેમની ગણના થતી નથી એવા ઈશ્વરની ઈચ્છાથી સમગ્ર જગત પોતપોતાના કર્મના અનુસાર શ્રેષ્ઠ કે કનિષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે. પોતાના કર્મથી વધારે પણ નહીં અને ઓછું પણ નહીં એવું કર્મના અતિક્રમણથી રહિત શુભ કે અશુભ ફળ; તે તે જીવોને ઈશ્વરની ઈચ્છાથી પ્રાપ્ત છે. “આ રીતે પરમાત્માની ઈચ્છાથી પણ સ્વકર્માનુસારે જ ઉચ્ચ કે નીચ ફળને ભોગવવાનું હોય તો તે તે ફળની
SR No.023221
Book TitleIshanugrah Vichar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy