SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રહિતત્વ ન હોવાથી અને ઈશ્વરમાં તે હોવાથી અનુક્રમે અતિવ્યામિ અને અવ્યામિ નહીં આવે. પરંતુ તાદશ વિવક્ષાથી પ્રથમ જે બ્રાહ્મણ હતો ત્યાર પછી તે તેવા પ્રકારના પાપના યોગે કાગડો થયો અને ત્યાર પછી બીજા ભવમાં જતાં પૂર્વે તે ભવનું શરીર ગ્રહણ કરતાં પૂર્વે જે શરીરરહિત અવસ્થા છે; (કાગડાનું શરીર જતું રહ્યું છે અને બીજું હજુ ગ્રહણ ક્યું નથી.) તે અવસ્થાપન્ન બ્રાહ્મણજીવમાં શિષ્ટનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવે છે. ૧૫-૨૧૫. GALAU અતિવ્યામિનું નિવારણ કરાય છેअवच्छेदकदेहानामपकृष्टधियामथ । सम्बन्धविरहो यावान्, प्रामाण्योपगमे सति ॥१५-२२॥ “વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો છતે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરોનો જ્યાં સુધી સંબંધનો અભાવ છે...” બાવીસમા શ્લોકનો આટલો અર્થ છે. જે અપૂર્ણ છે. તેનો બાકીનો અંશ ત્રેવીસમા શ્લોકમાં જણાવાશે. તેથી શ્લોકાર્થનું અનુસંધાન કરીને એને યાદ રાખી આગળના શ્લોકનો અર્થી વિચારવો. ૧૫-૨૨ા 8888 ઉપર જણાવ્યા મુજબ બાકીના અર્થને જણાવાય છે
SR No.023220
Book TitleSamyagdrashti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy