SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિથી આત્મા એકાંતે અભિન્ન હોય તો આત્માઓમાં ભિન્નતા ઘટી શકશે નહિ. સ્વભાવને આત્માના ઐક્ય કે અનૈક્યમાં કારણભૂત માનવામાં પણ એ જ દૂષણ છે. તેથી પ્રકૃતિ અને આત્મામાં કથંચિદ્ ભેદાભેદતા માનવાનું જ ઉચિત છે.’’-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સાંખ્યદર્શનપ્રસિદ્ધ પ્રકૃતિ (અચેતન તત્ત્વ) અને જૈનદર્શન(સ્વદર્શન)પ્રસિદ્ધ જ્ઞાનાવરણીયાદિકર્મસ્વરૂપ પ્રકૃતિ; પુરુષ અને આત્માથી એકાંતે ભિન્ન હોય તો ઘટાદિની જેમ તેના સંબંધના અભાવે પુરુષ અને આત્માને સંસારની પ્રાપ્તિ નહીં થાય. અનંતાનંત આત્માઓને કર્મયોગસ્વરૂપ સંસારાત્મક ફળ છે-એ સર્વજનપ્રસિદ્ધ છે. પ્રકૃતિને આત્માથી ઉપર જણાવ્યા મુજબ એકાંતે ભિન્ન માનવામાં આવે તો; સંસારસ્વરૂપ ફળને લઈને આત્મામાં જે ઐક્ય (સંસારીપણું) ઉપલબ્ધ છે તે બાધિત થાય છે. આવી જ રીતે પ્રકૃતિને આત્માથી સર્વથા અભિન્ન માની લઈએ તો આત્માઓમાં ભિન્નતાની પ્રતીતિ થઈ શકશે નહિ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ વગેરે સ્વરૂપે જે ભિન્નતાની પ્રતીતિ થાય છે, તેનો બાધ થશે. કારણ કે આત્માથી સર્વથા અભિન્ન એવી પ્રકૃતિનો (કારણનો) ભેદ નથી. કાર્યભેદમાં નિયામક કારણનો ભેદ છે, જે પ્રકૃતિના અભેદમાં શક્ય નથી. આ રીતે સર્વથા ભેદ અને અભેદ પક્ષમાં પ્રાપ્ત દૂષણોના નિવારણ માટે આત્માના સ્વભાવ સ્વરૂપ અંતરઙ્ગ (આભ્યન્તર) નિમિત્તને માની લઈએ તો તે દૂષણોનું નિવારણ થઈ શકે છે કારણ કે પાણીના શીતસ્વભાવની જેમ આત્માના એવા સ્વભાવને લઈને જ ઉપર જણાવ્યા મુજબ ઐક્ય અને ભિન્નતાની પ્રતીતિ થાય છે : એમ કહી શકાય છે; પરંતુ આત્માનો એ સ્વભાવ તેનાથી સર્વથા ભિન્ન છે B 1977 d DO GOLD ૧૮ CEED DDDD
SR No.023219
Book TitleApunarbandhak Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy