SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ सम्मोहादननुष्ठानं, सदनुष्ठानरागतः। तद्धेतुरमृतन्तु स्याच्छ्रद्धया जैनवर्त्मनः ॥१३-१३॥ “સંમોહથી અનનુષ્ઠાન થાય છે; સદનુષ્ઠાનના રાગથી તહેતુ-અનુષ્ઠાન થાય છે અને શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા માર્ગની શ્રદ્ધાથી અમૃત-અનુષ્ઠાન થાય છે.-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સન્નિપાતરોગથી ઉપહત થયેલા માણસની જેમ બધી રીતે અધ્યવસાયથી રહિત સાવ સમૂર્ણિમ જીવોની પ્રવૃત્તિ જેવું અનુષ્ઠાન કરાય છે, તે અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવાય છે. એનું કોઈ જ ફળ ન હોવાથી ખરી રીતે તે અનુષ્ઠાન જ હોતું નથી, તેથી તેને અનનુષ્ઠાન કહેવાય છે. તાત્વિક દેવપૂજાદિ આચારો પ્રત્યે, કરવાના ભાવપૂર્વકના બહુમાનથી ધર્મની આરાધનાની શરૂઆતમાં આદિધાર્મિક જીવો જે દેવપૂજાદિ અનુષ્ઠાન કરે છે તેને તહેતુ-અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન વખતે મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાથી તેમ જ સહેજ મુક્તિ પ્રત્યે અનુરાગ હોવાથી શુભ ભાવના અંશની પ્રાપ્તિ થાય છે અને તેથી તેમનાં તે તે દેવપૂજાદિ અનુષ્ઠાનો સદનુષ્ઠાનોનાં કારણ બને શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા માર્ગ પ્રત્યે “આ જ moo+do+do+00+oo+do+00+oo+do+S oroo+do+do+co+oo+coFoooo+oot
SR No.023218
Book TitleMuktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy