SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ થાય એટલે ઉપર જણાવ્યા મુજબ મોક્ષ, તેના ઉપાયો અને તેને પામવા માટે પ્રયત્નશીલ આત્માઓ પ્રત્યે દ્વેષ આવતો નથી. મોક્ષની સાધના કરતી વખતે આવી પડતું દુઃખ; ખરેખર તો ભૂતકાળના કર્મનો વિપાક હોય છે. એનો વિચાર ક્ય વિના; “મોક્ષની સાધના કરવાના કારણે તે દુઃખ આવ્યું છે : એમ માની લઈને દુઃખના કારણ સ્વરૂપે મોક્ષાદિની પ્રત્યે આપણે દ્વેષ કરીએ છીએ, તે ભયંકર કોટિનું અજ્ઞાન છે. વસ્તુતત્ત્વનો પરામર્શ(જ્ઞાન) આપણને તેની પ્રત્યેના રાગ-દ્વેષથી દૂર રાખે છે. સાચા-ખોટાનો વિવેક સુખદુ:ખના વિકલ્પને દૂર કરી આત્માને વિકલ્પરહિત બનાવે છે. માની લીધેલા સુખની આસક્તિ પણ મુક્તિ વગેરેમાં દ્વેષનું કારણ બને છે. મોક્ષના સ્વરૂપની પ્રતીતિથી એ કલ્પિત સુખની આસક્તિ નાશ પામે છે અને તેથી મોક્ષ વગેરે પ્રત્યે દ્વેષ થતો નથી. ગમે તે રીતે સુખની આસક્તિથી મુક્ત બન્યા વિના ચાલે એવું જ નથી. સંસાર ઉપર થોડો વેષ જાગે તો મોક્ષ પ્રત્યે અદ્વેષ થઈ શકે. સંસારનો રાગ જ મોક્ષ પ્રત્યે દ્વેષ કરાવે છે એ યાદ રાખ્યા વિના મુત્સદ્વેષને પ્રાપ્ત કરવાનું શક્ય નથી. ૧૩-પા moondorobaooooooooooooo brdordordordordordordbordoidoi
SR No.023218
Book TitleMuktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy