SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા હોય તોપણ લોક્માં નિન્દાને પાત્ર એવા કામમાં પ્રવૃત્તિ ન કરવી’’–આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે યોગની પૂર્વસેવામાં જે સદાચારો વર્ણવ્યા છે તેમાં અગિયારમો સદાચાર ‘અવિરુદ્ધ કુલાચારનું પાલન’ છે. ધર્માદિનો બાધ ન થતો હોય તો પોતાના કુલાચારનું પાલન યોગની પૂર્વસેવામાં કરવું જોઇએ. અનન્તજ્ઞાનીઓએ જણાવેલા પરમ પવિત્ર આચારો એકાન્તે કલ્યાણના કારણ હોવા છતાં શરૂઆતથી જ એને સરળતાથી પાળવાનું સત્ત્વ દરેક જીવને હોતું નથી. એ પરમતારક આચારોનું નિરતિચારપણે પાલન કર્યા વિના શ્રીસિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી - એનો ખ્યાલ હોવાથી યોગના અર્થી આત્માઓ એ સત્ત્વ પામવા માટે યોગની સેવામાં અવિરુદ્ધકુલાચારનું પાલન કરતા હોય છે. ભવિષ્યમાં અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિએ જે આચરવાયોગ્ય છે એવા આચારોમાં જ્યારે પ્રવૃત્ત થવાનું છે, ત્યારે એ માટેનો અભ્યાસ અવિરુદ્ધ કુલાચારના પાલનથી શરૂ કરાય છે. જે લોકો પોતાના કુળના પણ અવિરુદ્ધ આચારોનું પાલન કરે નહિ તો તેઓ અનન્તજ્ઞાનીઓએ ઉપદેશેલા આચારોનું પાલન કઇ રીતે કરી શકશે ? આજે પોતાના કુલાચારોનું પાલન પણ અઘરું લાગ્યા કરે છે. આહાર-પાણીમાં, વેષ-પરિધાનમાં અને જીવનશૈલી વગેરેમાં ઝડપથી પરિવર્તન આવવા માંડ્યું છે-એ જોતાં પોતાના કુલાચારોનું પાલન સ્વપ્નવત્ બન્યું છે. ધર્માદિના અવિરોધી હોવા છતાં પોતાના કુલાચારોનો ત્યાગ કરી ધર્માદિના પ્રગટ વિરોધી એવા આચારો(?) જે ઝડપથી આવી રહ્યા છે. એનો વિચાર કરતાં એમ લાગે છે કે આ યોગની પૂર્વસેવા કરવાનું હવે અશક્ય છે. યોગના અર્થી જીવોએ કોઇ પણ રીતે યોગની EEEEEE En ૪૮ dudu am
SR No.023217
Book TitleYog Purv Seva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy