SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તવું જોઇએ. આપણા ગુરુવર્ગ પ્રત્યે જેમને બહુમાનાદિ ન હોય એવા લોકો તેમને ઉપેક્ષાદિનો વિષય બનાવે નહિ તે જોવું જોઈએ. ‘તવિશ્વસ્થાપનાર્થને’“આ પદથી જણાવેલી વાતને યોગબિન્દુમાં ‘તવિશ્વાસÄÓાર:’ આ પદથી ૧૧૫ મા શ્લોકમાં જણાવી છે. કેટલાક વિદ્વાનો એનો એ અર્થ કરે છે કે ગુરુવર્યે કરેલો જે બિબન્યાસ છે એટલે કે તેઓએ જે દેવ વગેરેની પ્રતિમા સ્થાપી હોય તેની પુષ્પાદિ પૂજા કરવી જોઇએ. આ પણ એક ગુરુપૂજનનો પ્રકાર છે. ત્રિકાળ પ્રણામ; પર્યુપાસના; અવર્ણનું અશ્રવણ; યોગ્ય સ્થાને નામગ્રહણ; અયોગ્ય સ્થાને નામાગ્રહણ, આસનપ્રદાન; પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે અનિષ્ટનો ત્યાગ અને ઈષ્ટનું ઉપાદાન; સારભૂત વસ્તુનું સમર્પણ; તીર્થસ્થાનમાં તેમના વિત્તનો વિનિયોગ; તેમના આસનાદિનો અપરિભોગ અને તેમના બિંબની સ્થાપનાઅર્ચા....ઇત્યાદિ સ્વરૂપ ગુરુપૂજન છે. II૧૨-૫॥ યોગની પૂર્વસેવા સ્વરૂપે વર્ણવેલા ગુરુદેવાદિપૂજનમાં ગુરુપૂજનનું વર્ણન કરીને હવે દેવપૂજન વર્ણવાય છે – देवानां पूजनं ज्ञेयं शौचश्रद्धादिपूर्वकम् । પુષ્પ વિશેપને ધૂપ નૈવેદી: શોમનૈ: સ્તવૈઃ ।।૨-૬ા ‘‘શૌચ, શ્રદ્ધા વગેરે પૂર્વક પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેદ્ય અને શોભન સ્તોત્રો દ્વારા દેવોનું પૂજન યોગની પૂર્વસેવા સ્વરૂપે જાણવું.’’ આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ગુરુવર્ગ કરતાં પણ શ્રેષ્ઠ એવા દેવો આરાધ્યતમ છે. તેમની પૂજા; સુગન્ધી વિકસિત અને સુંદર જાતિનાં પુષ્પોથી; સુગન્ધી ચન્દનાદિ વિલેપનોથી; બહુમૂલ્ય દશાઙ્ગાદિ ધૂપોથી અને ઉત્તમ જાતિનાં પક્વાન્નાદિ ૨૩ DDDDDDDD 76067676706060 DEOBSCEnnnn ddddd97979794670
SR No.023217
Book TitleYog Purv Seva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy