SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્છેદ થવાથી એ શક્ય બનતું નથી. જ્યાં પણ માતાપિતાની સાથે રહેતા હોય છે, ત્યાં પણ હું માતા-પિતાની સાથે રહું છું એમ માનવાના બદલે મારી સાથે માતાપિતા રહે છે-એમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાપિતા પ્રત્યે બહુમાન કે આદરભાવ ન જ હોય તે સમજી શકાય છે. કલાચાર્યની તો વાત કરવાની જ રહેતી નથી. તેમની અવજ્ઞા ન કરે તો સારું! એમ જ કહેવાનો પ્રસંગ છે. તેમને પ્રણામ કરવાની વાત તો માંડી જ વાળવી પડશે. આજથી પચાસ વર્ષ પૂર્વે લાચાર્ય પ્રત્યે જે આદર અને બહુમાનાદિ હતા તે આજે નથી. બેરિસ્ટર થયા પછી પણ પ્રાથમિક માસ્તરને કાદવવાળી જગ્યા હોય તોપણ સાષ્ટાંગ પ્રણામ કરનારા એ વખતે જૈનેતરોમાં જોવા મળતા. જોતજોતામાં આ બધું અદૃશ્ય થતું ગયું. એની અસર અમારે ત્યાં સાધુજીવનમાં પણ પડી છે. વંદનની બાબતમાં હવે બહુ આગ્રહ જેવું રહ્યું નથી. સમયની અને સંયોગની અનુકૂળતા હોય તો વંદન કરવાનું નહિ તો કાંઈ નહિ ! લાચાર્યની તો ઘણી અવજ્ઞા થતી હોય છે. ભણાવનારા આપણી ઉપર ઉપકાર કરે છે - એવી માન્યતા લુપ્ત થતી ચાલી છે. એમને આવડે છે માટે ભણાવવું જ જોઈએ, એમાં વળી ઉપકાર શાનો? લગભગ આવી માન્યતા દૃઢ થતી ચાલી છે. માતા, પિતા કે લાચાર્યોની આ રીતે ઉપેક્ષા થતી હોય ત્યારે તેમના જ્ઞાતિજનો માટે કશું જ કહેવાનું રહેતું નથી. આ બધામાં ધર્માચાર્યોના પ્રણામ અંગે શું કહેવું તે સમજાતું નથી. જ્ઞાન કે ઉમરથી વૃદ્ધ એવા ધર્મોપદેશકોને પ્રણામ કરવાનું ધર્મના ઉત્કટ અથ બન્યા વિના શક્ય નહીં બને. યોગની પૂર્વસેવાનો પ્રારંભ માતાપિતાદિના પૂજનથી થાય છે; અને તેનો પ્રારંભ માતા-પિતાદિને ત્રિકાળ પ્રણામ કરવાથી થાય D]D]D]D]D]D]DEEP SONG/DGEduguGDGET EDED]D]D]D]DDED
SR No.023217
Book TitleYog Purv Seva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy