SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ છે બીજી વિક્ષેપણીકથા સ્વરૂપ ધર્મકથાનું નિરૂપણ કરાય स्वपरश्रुतमिथ्यान्यवादोक्त्या सङ्क्रमोत्क्रमम् । विक्षेपणी चतुर्धा स्याद् ऋजोर्मार्गाभिमुख्यहृत् ॥९-९॥ ‘‘સક્રમે અથવા ઉત્ક્રમે સ્વ અને પર શ્રુતના તેમ જ મિથ્યા અને સમ્યગ્વાદના કથનથી ચાર પ્રકારની વિક્ષેપણી ક્યા મુખ્ય શ્રોતાના માર્ગની રુચિને હણનારી છે.’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સ્વશ્રુત(જૈનદર્શન) અને પરશ્રુતને આશ્રયીને તેમ જ મિથ્યાવાદ અને સમ્યવાદને આશ્રયીને વિક્ષેપણીકથાના ચાર પ્રકાર થાય છે. સ્વદ્યુતના વર્ણનપૂર્વકની પરશ્રુતના વર્ણનવાળી વિક્ષેપણીકથા; પરશ્રુતના વર્ણનપૂર્વકની સ્વશ્રુતના વર્ણનવાળી વિક્ષેપણીકથા; મિથ્યાવાદના વર્ણનપૂર્વકની સમ્યગ્વાદના વર્ણનવાળી વિક્ષેપણીકથા તેમ જ સભ્યશ્વાદના વર્ણનપૂર્વકની મિથ્યાવાદના વર્ણનવાળી વિક્ષેપણીકથા : આ ચાર પ્રકારની વિક્ષેપણીકથા છે. એ ચાર પ્રકારની વિક્ષેપણીકથાના વિષયમાં પૂર્વમહર્ષિઓએ જણાવ્યું છે કે-શાસ્ત્રમાં ચાર પ્રકારની વિક્ષેપણી કથા જણાવી છે. સ્વદ્યુતને જણાવીને પરશ્રુતને જણાવે છે, પરશ્રુતને જણાવીને સ્વદ્યુતને જણાવે છે, મિથ્યાવાદને કહીને સમ્યવાદ જણાવે છે અને સમ્યવાદને કહીને મિથ્યાવાદ જણાવે છે. આ ચાર પ્રકારની કથામાં પહેલી ૧૭ D\/\/DEED DUD CES DE EL E U X
SR No.023214
Book TitleKatha Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy