SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રની ક્રિયાથી નવા કર્મબંધને રોકવા છતાં ભૂતકાળમાં બાંધેલાં કર્મની નિર્જરા માટે તપ વિહિત છે. બાર પ્રકારના તપનો લગભગ સૌને પરિચય છે. આક્ષેપણીથાના પુણ્યશ્રવણથી શ્રોતાને તપધર્મની પ્રાપ્તિ થાય છે. નવા કર્મબંધને રોક્યા પછી ભૂતકાળના કર્મની નિર્જરા માટે તપ વિના બીજું કોઈ સાધન નથી. અનશનાદિ અને પ્રાયશ્ચિત્તાદિ સ્વરૂપ તપ આક્ષેપણીકથાનો રસ છે. વિદ્યા, ક્રિયા અને તપની પ્રાપ્તિ માટે મુખ્યપણે આત્માનું વીર્ય કારણ છે. સુખના ભોગમાં અને દુઃખના પ્રતિકારમાં એ વીર્ય(બળ, ઉત્સાહ, પરાક્રમ...)નો ઉપયોગ સારી રીતે થતો હોય છે. પરંતુ કર્મશત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એ છે કે કેમ, તે વિચારવું પડે તેવું છે. આક્ષેપણીથાના શ્રવણથી એ વીર્ય કર્મશત્રુને જીતવા માટે બનતું હોય છે. આત્માનું અચિન્ય વીર્ય છે. અર્થ અને કામ માટે અત્યાર સુધી એનો ઉપયોગ જેટલો ર્યો છે; તેની કોઈ ગણતરી નથી. પૂ. ગુરુભગવંતની ધર્મકથાના શ્રવણથી આત્માને તે વીર્ય કર્મશત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અનુકૂળ બને છે. ધર્મકથાનો એ પ્રભાવ છે કે જેથી આત્માને વર્યાન્તરાયકર્મનો સુંદર ક્ષયોપશમભાવ પ્રાપ્ત થાય છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકેથી આગળ વધવા માટે અને ત્યાં સ્થિર રહેવા માટે વીર્યની પ્રાપ્તિ ખૂબ જ અનિવાર્ય છે. ધર્મી ગણાતા વર્ગમાં એ તરફનું લક્ષ્ય લગભગ T DEEDEDGE DEEDEDDEDD SUNUS://SIGN
SR No.023214
Book TitleKatha Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy