SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાએ શરીરથી આત્મા ભિન્ન છે અર્થા મૂર્તિત્વ અને અમૂર્તત્વને લઈને તે બન્નેમાં ભેદ છે. શરીરને કાંટા વગેરેનો સ્પર્શ થવાથી આત્માને વેદનાનો અનુભવ થાય છે. એની અપેક્ષાએ શરીર અને આત્મામાં અભેદ છે. આ વાતને જણાવતાં અન્યત્ર કહ્યું છે કે-“જીવ અને શરીરમાં ભેદભેદ છે. કારણ કે તેવો જ (ભેદભેદનો જ) ઉપલંભ થાય છે. મૂર્તત્વ અને અમૂર્તત્વના કારણે ભેદ છે. શરીરના સ્પર્શે વેદના થાય છે, તેથી અભેદ છે.” આ રીતે શરીર અને આત્મામાં ભેદભેદ માનવામાં ન આવે તો બ્રાહ્મણો નઈ. અને બ્રાહ્મણો નાનાતિ આ પ્રતીતિ સંગત નહીં થાય. કારણ કે બ્રહ્મ શબ્દનો અર્થ બ્રાહ્મણનું શરીર કરીએ તો “બ્રાહ્મણ જાણે છે. આ પ્રતીતિ શક્ય બનતી નથી અને બ્રાહUT શબ્દનો અર્થ બ્રાહ્મણનો આત્મા કરીએ તો બ્રાહ્મણ નાશી ગયો’ આ પ્રતીતિ સંગત થતી નથી. બન્ને પ્રતીતિના આધારે નષ્ટ થવાની ક્રિયાના આશ્રય તરીકે બ્રાહ્મણનું શરીર અને જ્ઞાનના આશ્રય તરીકે બ્રાહ્મણનો આત્મા : એ બન્ને અર્થ વ્રીહિપ શબ્દથી વિવક્ષિત છે, જે શરીર અને આત્મા ભિન્નભિન્ન હોય તો જ શક્ય બને છે. આથી સમજી શકાશે કે બ્રાહ્મણનું શરીર અને આત્મા બંન્ને સર્વથા ભિન્ન હોય તો ઉપર જણાવ્યા મુજબની બંન્ને પ્રતીતિને સંગત કરવા બ્રાહ્મણત્વને વ્યાસજ્યવૃત્તિ માનવાનો પ્રસંગ આવશે. ઘટપટોભયત્વ જેમ વ્યાસજ્યવૃત્તિ ધર્મ છે પરંતુ જાતિ નથી તેમ બ્રાહ્મણત્વ પણ શરીરાત્મોભયવૃત્તિ ધર્મ માનવો પડશે, તેને જાતિ નહીં મનાય. 38855553540 33998899
SR No.023213
Book TitleVad Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy