SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મુજબની અહિંસા વગેરે શાસ્ત્રાંતરની નીતિથી સદ્ગત ન થાય : એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેથી પોતાના દર્શનની નીતિના પ્રણિધાનથી જ અહિંસાદિના વિષયની વ્યવસ્થાનો વિચાર કરવો જોઈએ. કારણ કે એવી વિચારણા કરવાથી ચોક્કસપણે ખ્યાલ આવે છે કે અહિંસાદિ તે તે દર્શનમાં સફ્ળત છે કે અસગત છે. તેથી જ એ વિચારણા સફળ બને છે. જે શાસ્ત્રને આશ્રયીને ‘અહિંસાદિ ઘટે છે કે નહિ' : એનો વિચાર કરવાનો આરંભ કર્યો હોય ત્યારે તેનો ખ્યાલ આવે એ માટે સ્વશાસ્ત્રને છોડીને બીજા શાસ્ત્રની નીતિથી વિચારણામાં મન જાય નહિ તેવી એકાગ્રતા કેળવી લેવી જોઈએ. સ્વશાસ્ત્રનીતિથી જ વિચારણામાં મન લાગી રહે તો અહિંસાદિના વિષયની વ્યવસ્થામાં તેની સફ્ળતતા કે અસઙ્ગતતાનો નિર્ણય કરી શકાશે. ।।૮-૧ જ શ્રી સ્વદર્શનની નીતિને અનુસરીને પણ ધર્મસાધનભૂત અહિંસાદિની વિચારણા કરવામાં ‘અહિંસાદિ તે તે દર્શનમાં ઘટી શકે છે કે નથી ઘટતા’-તેનો નિર્ણય થઈ શકે છે પરંતુ તેનો નિર્ણય કરવામાં પ્રમાણ, પ્રમેય અને વ્યવહાર વગેરેનાં લક્ષણોનો (સ્વરૂપોનો) પણ વિચાર કરવો જોઈએ. તેથી એ રીતે પરતંત્ર અને સ્વતંત્ર વગેરેની વિચારણા આવશ્યક બનતી હોવાથી મનની વ્યગ્રતા તો રહેવાની, અટકવાની નહિ. આવી સ્થિતિમાં ધર્મસાધનની વિચારણા માટે અવસર ક્યારે આવશે ?-આ શંકાનું 3X333X33 33X3 →→ EX3X333X333X€
SR No.023213
Book TitleVad Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy