SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અવિરતસમ્યગ્દષ્ટિને થનાર પ્રતિભાસ અને સર્વવિરતિધર મહાત્માને થનાર પ્રતિભાસ. એ ત્રણમાં અનુક્રમે અજ્ઞાનત્વ, જ્ઞાનાજ્ઞાનત્વ અને જ્ઞાનત્વ રહેલું છે. અને તે તે અજ્ઞાનત્વાદિથી પ્રયોજ્ય તે તે આત્માની પ્રવૃત્તિ છે. જ્ઞાન–પ્રયોજ્ય પ્રવૃજ્યાદિને સમ્યફ મનાય છે. જ્ઞાનાજ્ઞાનત્વાદિથી પ્રયોજ્ય પ્રવૃત્તિને સમ્યફ તરીકે મનાતી નથી. તેથી સર્ષ પદોપાદનથી અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનને તત્ત્વસંવેદન માનવાનો પ્રસંગ નહીં આવે. યદ્યપિ આ રીતે પદના ઉપાદાનથી અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ જેમ થાય છે તેમ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ પણ થઈ શકે છે. પરંતુ મુખ્ય પદથી જે અર્થ ગ્રાહ્ય છે તે અર્થનું પરિચાયક તર્વ પદ છે.... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારનું જ્ઞાન કહેવાયું છે. શ્રી અટક પ્રકરણના નવમા અટકમાં તે કહ્યું છે કે-“વિષય પ્રતિભાસ, આત્મપરિણતિમ અને તત્ત્વસંવેદન : આ ત્રણ પ્રકારના જ્ઞાનને મહર્ષિઓએ કહ્યું છે.” I૬-રા ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં જ્ઞાનમાંના પ્રથમ જ્ઞાનના સ્વરૂપાદિને જણાવાય છે – आद्यं मिथ्यादृशां मुग्धरत्नादिप्रतिभासवत् । अज्ञानावरणापायाद् ग्राह्यत्वाद्यविनिश्चयम् ॥६-३॥ મતિ-અજ્ઞાનાદિઆવરણ સ્વરૂપ કર્મના અપાય-વિરામથી થનારું અને હેયસ્વાદિના નિશ્ચયને નહિ કરનારું એવું મુગ્ધ જીવોને રત્નાદિમાં થનારા પ્રતિભાસજેવું પહેલું ‘વિષયપ્રતિભાસ’ જ્ઞાન; મિથ્યાદૃષ્ટિઓને જ હોય છે આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. FEDEDDED DIEND|D
SR No.023211
Book TitleSadhu Samagrya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy