SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે સમ્યત્વની પ્રાપ્તિથી પ્રયોજ્ય (નારી) વસ્તુની વિષયતાવાળા (વસ્તુના પ્રતિભાસવાળા) જ્ઞાનને આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. આશય એ છે કે આત્મપરિણતિમ જ્ઞાન વખતે વિષયના પ્રતિભાસની સાથે વિષયના હેત્વાદિ (છોડવાયોગ્ય વગેરે) ધર્મોનો પણ પ્રતિભાસ થાય છે. તેનાથી પ્રવૃત્તિ કે નિવૃત્તિનો પરિણામ થતો ન હોવા છતાં શ્રદ્ધાના પરિણામ તો વિદ્યમાન હોય છે, જે ધર્મશ્રવણાદિ અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે અને નિવૃત્તિ કે પ્રવૃત્તિ દ્વારા ભવિષ્યમાં ચારિત્રસ્વરૂપે પરિણમાવાય છે. આ સ્વરૂપે વસ્તુને વિષય બનાવનારા આ જ્ઞાનને આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે. એ સમ્યકત્વની પ્રામિથી થાય છે. સ્થૂલ શબ્દોથી આ વાતને સમજવી હોય તો એટલું જ કહેવાનું છે કે સમ્યકત્વના લાભથી થતા હેયોપાદેયાદિના વિવેક્યુત જ્ઞાનને આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. તત્વ એટલે પરમાર્થ તેનું સમ્યક પ્રવૃત્તિ વગેરેની સાથે વેદન જે જ્ઞાનમાં થાય છે તેને “તત્ત્વસંવેદન’ જ્ઞાન કહેવાય છે. આત્મપરિણતિમદ્ જ્ઞાનનું સ્વરૂપ સમજાય તો તત્ત્વસંવેદનજ્ઞાનનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાશે. સમ્યત્વની પ્રાપ્તિ થવાથી શ્રદ્ધાના બળે જેમ હેયત્વાદિના વિવેકપૂર્વકનું જ્ઞાન થાય છે તેમ અહીં ચારિત્રના પરિણામના કારણે સર્વસાવયોગની નિવૃત્તિ અને નિરવદ્ય પ્રવૃત્તિ વગેરેથી ઉપહિત (સંબદ્ધ); વસ્તુના પરમાર્થનું જ્ઞાન થાય છે અથ શ્રદ્ધા અને કરવાના પરિણામથી ઉપહિત તત્ત્વનું સંવેદન આ જ્ઞાનમાં હોય છે. સમ્યફ પ્રવૃજ્યાદિથી ઉપહિત એવું વિષયસંવેદન મિથ્યાજ્ઞાનસ્થળે પણ હોય છે. તેથી અહીં તત્ત્વ પદનો નિવેશ કર્યો છે. GEISIT IN DIFFEDITEN D|DF\ TET EDITED fb/hom/NMMS/NON 3 fill br] BETWEOS
SR No.023211
Book TitleSadhu Samagrya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy