SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાગ્રહથી રહિતપણું કેમ હોવું જોઈએ, તે જણાવતાં ત્યાં ફરમાવ્યું છે કે “રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન): આ ત્રણ, ભાવની મલિનતાના (આત્મપરિણતિની અશુદ્ધતાનાં) કારણ છે. તેના ઉત્કર્ષ(ઉપચય)થી ભાવની મલિનતાનો (સ્વાગ્રહાદિસ્વરૂપ ભાવમલિનતાનો) જે ખરેખર તો ઉપચય થાય છે.”અને તેથી “રાગાદિના ઉત્કર્ષથી સ્વાગ્રહાદિસ્વરૂપ ભાવમાલિન્ય ઉત્કટ થયે છતે ભાવની શુદ્ધિ બોલવા પૂરતી જ રહે છે. પોતાની બુદ્ધિની કલ્પના સ્વરૂપ શિલ્પીથી નિર્માણ પામેલું અર્થવદ્ નહિ બને.”.... ઈત્યાદિ અષ્ટપ્રકરણથી જાણી લેવું જોઈએ. //૬-૨દા ગુણવત્યારતન્મનું કાર્ય જણાવીને તેનું સમર્થન કરાય છેमोहानुत्कर्षकृच्चैतदत एवापि शास्त्रवित् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु कर्मसु ॥६-२७॥ મોહના અપકર્ષને કરનારું આ ગુણવત્યારતન્ય છે. આથી જ શાસ્ત્રના જાણકાર પણ સર્વકાર્યમાં ‘ક્ષમાશ્રમણના હાથે' - આ પ્રમાણે જણાવે છે.”- આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે, ગુણવદ્ એવા જ્ઞાનીગુરુભગવન્તની પરમતારક આજ્ઞામાં રહેવાથી મોહનો અપકર્ષ (મિક હાસ) થાય છે. શાસ્ત્રની શ્રદ્ધા કરતાં પણ પોતાની બુદ્ધિકલ્પનાને શ્રેષ્ઠ માનવા સ્વરૂપ જે સ્વાગ્રહ છે તેનું કારણ મોહ-અજ્ઞાન છે. આવો મોહ ગુણવત્યારતન્યના કારણે થતો નથી. અને ભૂતકાળમાં થયેલા એ મોહનો ધીરે ધીરે ગુણવગુરુભગવન્તની આજ્ઞાની આધીનતાને કારણે અપકર્ષ થાય છે. એ વાતને જણાવતાં અષ્ટપ્રકરણમાં ફરમાવ્યું છે કે “મોહ CT US cod/obb/S૪૧ //d/g/BOEMS
SR No.023211
Book TitleSadhu Samagrya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy