SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ એવો પણ વૈરાગ્ય થયો હોય; તોપણ જ્ઞાનીની આજ્ઞાને વશ બની પ્રવૃત્તિ કરવાથી સાધુસમગ્રતાને પ્રાપ્ત કરી શકાય છે. આવું સમજ્યા પછી પણ જ્ઞાનીઓની પરમતારક આજ્ઞાને આધીન બનવાનું લગભગ ગમતું નથી. સર્વથા દુ:ખોનો ઉચ્છેદ કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ બીજી કોઈ પ્રવૃત્તિ કરે અથવા ન કરે તોપણ ગુણવત્પારતન્ત્ય કેળવે નહિ તો તેમનો પ્રયત્ન સફળ નહિ બને. સ્વતન્ત્રપણે વર્તવાની વૃત્તિ દિવસે દિવસે વ્યાપક બનતી જાય છે. આવી સ્થિતિમાં ગુણવત્સારતત્ર્યની અનિવાર્યતા અને આવશ્યકતા સમજાવવાનું પણ લગભગ શક્ય નથી. જ્ઞાનરહિત એવા પણ વૈરાગ્યને જ્ઞાનગર્ભિત બનાવવાનું કાર્ય; ગુણવત્સારતત્ર્ય કરે છે : એ મુમુક્ષુ આત્માઓએ કોઈ પણ રીતે ભૂલવું ના જોઈએ. ॥૬-૨૫।। ગુણવત્ત્પારતન્ત્ય વિના પણ ભાવની શુદ્ધિથી વૈરાગ્યને સફળ બનાવી શકાય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ ગુણવત્પારતત્ર્યની આવશ્યકતા નથી- આ પ્રમાણે કહેનારાની વાત બરાબર નથી, તે જણાવાય છે भावशुद्धिरपि न्याय्या न मार्गाननुसारिणी । अप्रज्ञाप्यस्य बालस्य विनैतत्स्वाग्रहात्मिका ॥६-२६॥ “ગુણવત્ એવા ગુરુજનોના પારતન્ત્ય વિન અપ્રજ્ઞાપનીય એવા અજ્ઞાનીની પોતાના આગ્રહસ્વરૂપ ભાવશુદ્ધિ પણ માર્ગાનુસારિણી ન હોવાથી ઉચિત નથી.’’- આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ મહાવ્રતો સ્વરૂપ યમ; તેમ જ શૌચ, સન્તોપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન સ્વરૂપ પાંચ નિયમ અને આસન વગેરે યોગનાં અંગોની સાધના વડે મનની સફ્ફલેશ(રાગ GALL ODDS D DA CELL/Et ૪૩ 真正DDDDD
SR No.023211
Book TitleSadhu Samagrya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy