SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરીએ તો સમજાશે કે વિષયપ્રતિભાસ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું પણ કેટલું અઘરું છે. ઉત્કટ કોટિની જિજ્ઞાસા વિના એ શક્ય નહિ બને. તાત્વિક જિજ્ઞાસાની પ્રાપ્તિ પણ ખરેખર જ કઠિન છે. અપ્રશસ્ત(સંસારસંબન્ધી) માર્ગમાં જિજ્ઞાસા અવિરત ચાલ્યા કરે છે. પરંતુ પ્રશસ્ત(મોસંબન્ધી) માર્ગમાં એવી જિજ્ઞાસા પણ જ્યાં ન હોય ત્યાં તત્ત્વસંવેદનજ્ઞાનની અપેક્ષા કઈ રીતે રખાય ? બસ! આવી જ સ્થિતિ ભિક્ષાના વિષયમાં છે. પૌરુષની અને વૃત્તિભિક્ષા સાધુસમગ્રતાનું કારણ ન જ બને – એ સારી રીતે સમજી શકાય છે. સર્વસમ્પત્યરી' ભિક્ષા જ સાધુસમગ્રતાનું કારણ બની શકે છે. પણ એનો ખ્યાલ હોવા છતાં એ ભિક્ષાને ગ્રહણ કરવા માટે મનને કેળવવાનું ખૂબ જ ક્યૂરું છે. ઈન્દ્રિયો અને શરીર પ્રત્યેનો પ્રબળ રાગ અને વિષયની આસક્તિ સર્વસમ્મત્કરી ભિક્ષાને ગ્રહણ કરવામાં મુખ્ય અવરોધો છે. સંયમની સાધના માટે શરીર હતું. એના બદલે શરીર માટે સંયમની સાધના થવાથી સર્વસમ્પત્કરી ભિક્ષાનો જ છેદ થઈ ગયો અને પૌરુષદની કે વૃત્તિભિક્ષા જેવી ભિક્ષા થવા લાગી હોય - એવું લાગ્યા કરે છે. અપૂર્ણને પૂર્ણ બનાવનારી ભિક્ષા ગ્રહણ કરવાના બદલે અપૂર્ણને શૂન્ય બનાવે એવી ભિક્ષા ગ્રહણ કરાય તો પરિણામ શું આવે : એની કલ્પના પણ ભયંકર છે. ગમે તે રીતે તત્ત્વસંવેદનાત્મજ્ઞાન અને સર્વસમ્પત્કરી ભિક્ષાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી-એ વીશ શ્લોકોનો પરમાર્થ છે. //૬-૨ના જ્ઞાનેન’ આ પ્રથમ શ્લોકના ઉત્તરાર્ધનું વર્ણન શરૂ કરાય છે GET DIF DFDHD DિDED TEIN LTD DIGITAL Oscribe To SL38/c/SGSSSB/H/S
SR No.023211
Book TitleSadhu Samagrya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy