SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્ભવાભિપ્રાયથી કર્યું છે. તેથી બાહ્યદૃષ્ટિએ ગુર્વાશામાં વ્યવસ્થિત ન હોવા છતાં, ગુર્વાશામાં વ્યવસ્થિતત્વનું જે ફળ છે તે મળતું હોય તો તેની અપેક્ષાએ ત્યાં ગુર્વાશાવ્યવસ્થિતત્વ જેમ મનાય છે તેમ સદાઅનામ્બિન્ધ ન હોવા છતાં તેનું ફળ મળી જતું હોવાથી પ્રતિમાપન શ્રાવકને તેની અપેક્ષાએ સદાનારંભિત્વ માનવામાં આવે છે. તેથી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા પણ સર્વસત્કરી છે. આ રીતે ફળને આશ્રયીને સંભવાભિપ્રાયે નિશ્મિત્વ વગેરેનો નિવેશ ન માનીએ તો સર્વસત્કરી ભિક્ષાનું લક્ષણ તેનું અનુગમક નહીં બને. કારણ કે સાધુની ભિક્ષાને તે સ્વરૂપે તે જણાવશે પરંતુ શ્રાવકની ભિક્ષાને તે સ્વરૂપે તે જણાવશે નહિ. લક્ષણ લક્ષ્યના અનુગમ માટે છે. તેથી લક્ષણથી અનનગમની આપત્તિ ન આવે એ માટે ઉપર જણાવ્યા મુજબ સતાનામિત્વ પદનો નિવેશ સંભવાભિપ્રાય છે : એ માનવું જોઈએ. અથવા દ્રવ્યસર્વસમ્પત્કરી ભિક્ષાને છોડીને ભાવસર્વસંપન્કરી ભિક્ષાનું આ લક્ષણ છે : એમ માનવું જોઈએ. આ પ્રમાણે માનવાથી શ્રાવકની ભિક્ષા વગેરે દ્રવ્યભિક્ષા હોવાથી તેમાં લક્ષણ જાય નહિ તો ય કોઈ દોષ નથી. તેમ જ આ શ્લોકમાંનું ઉત્તરાર્ધ પણ સંગત થશે... ઈત્યાદિ તે તે ગ્રન્થાનુસાર વિચારવું. ૬-૧ના બીજી પૌરુષની' ભિક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે – दीक्षाविरोधिनी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता । धर्मलाघवमेव स्यात् तया पीनस्य जीवतः ॥६-११॥ “શ્લોકાર્થ સ્પષ્ટ છે કે દીક્ષાની વિરોધિની (પ્રતિબન્ધ કરનારી) એવી ભિક્ષાને પૌરુષદની’ ભિક્ષા કહેવાય છે. પુર માણસ આવી DિDEDDDEDDIED AND DEF\ D\BIDDED ØNNOUNCEg/fdS૧૮ds/idbblog/SOS
SR No.023211
Book TitleSadhu Samagrya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy