SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અને મારું છે...... આવા પ્રકારની બુદ્ધિને વીતરાગત્વાદિગુણાવાહિની બુદ્ધિ કહેવાય છે, જે પરમાત્માની સાથે પોતાના આત્માના અભેદનું અવગાહન કરે છે. હું જ પરમાત્મા છું' - આવા પ્રકારનો, પરમાત્માને ઉદ્દેશ્ય બનાવીને જે ભાવ પ્રગટે છે તે ભાવની પોતાના આત્મામાં જે સ્થાપના છે, તેને ઉપચારથી રહિત એવી મુખ્ય-તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાય છે. કારણ કે પ્રતિષ્ઠા શબ્દનો અર્થ અહીં બાધિત નથી. (અર્થાત્ સંગત છે.) આગમને અનુસરી સ્વભાવની જ સ્થાપનાને પ્રતિષ્ઠા કહેવાય છે. હું તે જ વીતરાગ છું આવા અભેદભાવસ્વરૂપ સ્વભાવની જ અહીં પોતાના આત્મામાં સ્થાપના છે. તેથી આ મુખ્ય પ્રતિષ્ઠા છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે “મુખ્ય દેવતાને ઉદ્દેશીને પોતાના ભાવનું જ આગમના અનુસારે સારી રીતે પોતાના આત્મામાં જ જે સ્થાપન કરાય છે તે અહીં પ્રતિષ્ઠા છે.” આથી સમજી શકાશે કે પોતાના તેવા પ્રકારના ભાવના વિષય સ્વરૂપ મુખ્ય દેવતાની પોતાના આત્મામાં જ આગમમાં જણાવેલી રીતે જે સ્થાપના છે; તેને પ્રતિષ્ઠા કહેવાય છે. એ સિવાય બીજી કોઈ જ પ્રતિષ્ઠા નથી. આ વિષયમાં અધિક જાણવાની ઈચ્છા હોય તો આઠમા ષોડશમાં જોવું. ઉપર જણાવ્યા મુજબ સ્વભાવની સ્થાપનાને જ અહીં મુખ્ય પ્રતિષ્ઠા કહેવાય છે. એનું એ પણ એક કારણ છે કે એવી પ્રતિષ્ઠાથી સ્થાપ્ય એવા શ્રી વીતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ સ્વરૂપ જેવું જ શુદ્ધ સ્વરૂપ જ્યારે આપણું આવિર્ભત થાય છે ત્યારે આપણને સમરસાપત્તિ પ્રાપ્ત થાય D]D]]D]D]D]S|D D]D]DDDDDED. GEOGROUGCSC/SC/ST
SR No.023210
Book TitleBhakti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy