SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ એ આત્મપરિણામસ્વરૂપ ભાવવિશેષ; ભક્તિના પ્રભાવે આગમવચનના સ્મરણના કારણે થનારી પ્રવૃત્તિથી શુભ બને છે. ભક્તિ, બહુમાન, વિનય અને પૂજા વગેરે આગમવચનના સ્મરણમૂલક હોય છે. આશય એ છે કે પરમાત્મા પ્રત્યેની ભક્તિથી તેમ જ તેઓશ્રીની પ્રત્યેના બહુમાનાદિથી પરમાત્માનાં પરમતારક પ્રતિમાજી ભરાવતી વખતે જે ફળવિશેષ પ્રાપ્ત થાય છે તે, સુવર્ણાદિની વિશેષતાને લઈને પ્રાપ્ત થતું નથી. પરંતુ તે વખતના શુભ ભાવથી તે પ્રાપ્ત થાય છે. પરમાત્માની પ્રત્યેના ભક્તિબહુમાનાદિ ભાવો આગમવચનના અનુસરણથી જ પ્રાપ્ત થાય છે અથ આગમવચનના અનુસરણમૂલક એ ભક્તિબહુમાનાદિ ભાવો છે અને તેથી આગમોતના સ્મરણપૂર્વકની તે તે પ્રવૃત્તિના કારણે ભાવ શુદ્ધ બને છે. આથી સમજી શકાશે કે ભાવથી શૂન્ય માત્ર બાટ્યવિશેષને લઈને ફળવિશેષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ભાવને લઈને જ પ્રતિમાજીના બાદ્યવિશેષ કોઈ વાર ફળવિશેષનું કારણ બને છે. શ્રી ષોડશપ્રકરણમાં એ અંગે જણાવતાં ફરમાવ્યું છે કે-“શ્રી જિનબિંબ મોટું સુંદર આકૃતિવાળું કે સુવર્ણાદિનું હોય એમાં જે બાદ્યવિશેષ છે, તેથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. વિશિષ્ટ ફળની પ્રાપ્તિ તો આશયવિશેષના કારણે થાય છે.” (૭-૧૨) નિરન્તર આગમને અનુસરનારો, આગમને અનુસરનારાઓ પ્રત્યેની ભકિત વગેરે લિગોથી જણાતો અને તે તે કાર્ય કરતી વખતે આગમના સ્મરણથી યુક્ત જે આશય હોય છે તેને પ્રશસ્ત આશય કહેવાય છે.” (૭-૧૩). ૫-૧પ ઉપર જણાવેલા આશયવિશેષથી અને તેના અભાવથી કરાવાતા | D|DF\ D]EFEEEEEE_G \U[D]D] \L\ D\L\D Oddld6GBS૨૩ki/SSSSSSS
SR No.023210
Book TitleBhakti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy