SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વિધિપૂર્વક નિર્માણ પામેલા શ્રી જિનાલયમાં બિરાજમાન કરવા માટે શ્રી જિનબિંબ ભરાવવું જોઈએ. જે શિલ્પીને આ કાર્ય સોંપવાનું છે, તે કાર્ય અંગે પોતાની સમ્પત્તિ પ્રમાણે ઉચિત મૂલ્ય આપવું જોઈએ. કોઈ પણ જાતની કૃપણતા ર્યા વિના ઉદારતાપૂર્વક આ કાર્ય કરવું જોઈએ. આ કાર્ય કરનાર શિલ્પીને કાર્ય સોંપતાં પૂર્વે ભોજન કરાવવું, પાનનું બીડું આપવું, પુષ્પ અર્પણ કરવાં અને શ્રીફળાદિ આપવાં...વગેરે રીતે તેની પૂજા કરવી. પ્રતિમાજી ભરાવવા માટે શિલ્પી એવો પસંદ કરવો કે જે સ્ત્રી-મદિરા અને જુગાર વગેરેનો વ્યસની ન હોય. અન્યથા વ્યસનવાળા શિલ્પીને પ્રતિમાજી ઘડવાનું કાર્ય સોપવામાં આવે તો કાલાન્તરે પ્રતિમાજી ભરાવનારને પશ્ચાત્તાપ (આને ક્યાં કામ આપ્યું, ન આપ્યું હોત તો સારું થાત. ઈત્યાદિ રીતે પશ્ચાત્તાપ) થશે અને શિલ્પી-વૈજ્ઞાનિકને ઠપકો સાંભળવાનો પ્રસંગ આવશે. તેથી વ્યસનથી રહિત જ શિલ્પીને કરનાર વૈજ્ઞાનિક અને કરાવનાર ગૃહસ્થ બંનેના ચિત્તનો અનુક્રમે ઉપાલંભ (ઠપકો) અને અનુશય (પશ્ચાત્તાપ) દ્વારા વિનાશ ન થાય એ રીતે પ્રતિમા ભરાવવાનું કામ આપવું જોઈએ. તત્ત્વના જાણકારોએ ધર્મકાર્ય પ્રારંભે અમંગલસ્વરૂપ એવા આ ચિત્તવિનાશનો નિષેધ કર્યો છે. તેથી પ્રતિમાજી ભરાવવા સ્વરૂપ પરમમંગલકાર્યમાં ચિત્તનો વિનાશ ન થાય-એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. શિલ્પી, મહેતાજી, કાર્યકર્તા વગેરે પૈસા લઈ ગયા...વગેરે પ્રકારની અનેક ફરિયાદો આજે સાંભળવા મળે છે. માટે આ વિષયમાં ચોક્કસ ખાતરી કરીને જ કાર્ય સોપવું જોઈએ. અન્યથા સક્િલષ્ટ ////////S13/ddddd/b/
SR No.023210
Book TitleBhakti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy