________________
(ચથાર્થજ્ઞાનની વિષયતા) વગેરે સામાન્યધર્મને કારણ માની મહત્ત્વબુદ્ધિ દ્વારા ધર્મની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. પિ, પ્રમેયત્વ દરેક પદાર્થમાં વૃત્તિ હોવાથી તેને લઈને તો સર્વત્ર મહત્ત્વબુદ્ધિ દ્વારા ધર્મની પ્રાપ્તિનો અતિપ્રસંગ આવશે, તેથી પ્રમેયત્વાદિ ધર્મને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માની શકાશે નહિ; પરન્તુ અહીં પણ શ્રી વીતરાગપરમાત્મામાં જે પ્રમેયત્વ છે, તે જ મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક છે; એ પ્રમાણે વ્યક્તિવિશેષને આશ્રયીને વિશિષ્ટ પ્રમેયત્વને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાથી એ અતિપ્રસંગનું નિવારણ કરી શકાય છે. અને તેથી પ્રમેયત્વસ્વરૂપે શ્રી વીતરાગપરમાત્મામાં થનારી મહત્ત્વબુદ્ધિથી પણ ધર્મની પ્રાપ્તિ માનવાનો પ્રસંગ આવશે. એ અનિષ્ટ પ્રસંગનું નિવારણ કરવા માટે મહત્ત્વબુદ્ધિની પ્રત્યે કોઈ વિશેષધર્મ જ પ્રયોજક તરીકે માનવો આવશ્યક છે. એ જો ઉપર જણાવ્યા મુજબ બાહ્યસમ્પ્રદા માનીએ તો માયાવીમાં પણ તેવા પ્રકારનું બુદ્ધિમાનોને ચમત્કારનું કારણભૂત મહત્ત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ત્રણ ગઢ, ત્રણ છત્ર અને ચામરાદિ સ્વરૂપ બાહ્યસંપદા તો માયાવીમાં જણાય છે.
આ અતિપ્રસંગના નિવારણ માટે ઉપર જણાવ્યા મુજબ વ્યક્તિવિશેષને આશ્રયીને કોઈ વિશેષધર્મને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાનું શક્ય ન હોવાથી જ; “કોઈ વાર અસાધુમાં નિરવદ્યવસતિનું આસેવન; નવકલ્પી વિહાર અને નિર્દોષભિક્ષા વગેરેને લઈને સાધુત્વની બુદ્ધિ થાય અને તેમની સ્વચ્છન્દચારિતા તથા ગુરુપારતત્ર્યનો અભાવ વગેરે
૩