SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાએ શ્રીવીતરાગપરમાત્માનું દાન ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોવાથી શ્રી વીતરાગપરમાત્મા મહાન નથી. ૪-૧૭. અસખ્ય - અપરિમિત દાન આપવાના કારણે જણાતી શ્રીમન્તાઈ અને કૃપણતાની અવિદ્યમાનતા (અભાવ) વગેરેના કારણે બૌદ્ધો બુદ્ધના મહત્ત્વને સિદ્ધ કરે છે. અને સખ્યાવદ્ (પરિમિત)દાન આપવાના કારણે જણાતી ગરીબાઈ તેમ જ કૃપતા વગેરેના કારણે શ્રી જિનેશ્વરદેવમાં મહત્ત્વાભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે અયુક્ત છે. સખ્યાવદ્ દાન કૃપણતાદિના કારણે નથી, પણ બીજા કારણે છે – એ આશયથી તેરમા શ્લોકમાં જણાવેલી વાતનું સમાધાન કરાય છે – अत्रोच्यते न सङ्ख्यावद्दानमर्थाद्यभावतः । सूत्रे वरवरिकायाः श्रुतेः किं त्वर्थ्यभावतः ॥४-१४॥ “શ્રી વીતરાગપરમાત્માના સખ્યાવદ્ દાનના વિષયમાં કહેવાય છે- ધન વગેરેના અભાવના કારણે તે સખ્યાવ૬(પરિમિત) દાન ન હતું, કારણ કે વર માગો, વર માગો આ પ્રમાણેની ઉદ્દઘોષણાપૂર્વક એ દાન અપાયું હતુંએમ સૂત્રમાં જણાવ્યું છે; પરન્તુ દાનના અર્થીઓના અભાવના કારણે સખ્યાવ-પરિમિત દાન થયું હતું.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે વરં વૃભુત વ વૃભુત આવી ઉદ્યોષણાપૂર્વક શ્રી તીર્થંકર પરમાત્માઓ દાન આપે છે – આ પ્રમાણે આવશ્યકનિયુક્તિ વગેરેમાં જણાવ્યું છે. જો પરિમિત જ દાન આપવાનું હોય તો તેવી ઉદ્ઘોષણા કરાવી ન હોત- તે સમજી શકાય છે. તેથી માનવું જ રહ્યું કે પરિમિત દાન અર્થ
SR No.023209
Book TitleJin Mahatva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy