________________
अथ द्वितीया देशना - द्वात्रिंशिका प्रारभ्यते
પહેલી બત્રીશીમાં દાનનું વર્ણન કર્યું. દાનાન્તરાયનો ભય હોય તો; પરમાર્થથી દાનની પ્રવૃત્તિ શક્ય બને છે. આ લોક વગેરે સંબન્ધી ફળની આશંસાએ આજ સુધી દાનની પ્રવૃત્તિ થતી જ આવી છે. પરન્તુ ‘શક્ય હોવા છતાં દાન કરવામાં આવે નહિ તો દાનાન્તરાયકર્મ બન્ધાશે...' વગેરે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનાનુસાર દાનાન્તરાયના ભયને લઈને દાનની પ્રવૃત્તિ થાય તો તે દાન પારમાર્થિક બને છે. દાનાન્તરાયનું ભીરુત્વ (ભય) – એ મુખ્ય ગુણ છે. કારણ કે ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ ધર્મસ્વરૂપ દાનની પારમાર્થિકતા તેને લઇને છે. એ મુખ્ય ગુણની પ્રાપ્તિ; તે તે આત્માને તેને યોગ્ય દેશના આપવાથી કરાવી શકાય છે. તેથી આ બીજી બત્રીશીમાં દેશનાના વિવેકનું નિરૂપણ કરાય છે
-
―
DO UGU
यथास्थानं गुणोत्पत्तेः सुवैद्येनेव भेषजम् ।
बालाद्यपेक्षया देया देशना क्लेशनाशिनी ॥२- १॥
‘‘સારો વૈદ્ય જેમ દવા આપે તેમ બાલાદિ જીવોને અનુકૂળ પડે તે રીતે ક્લેશનો નાશ કરનારી દેશના આપવી જોઇએ. કારણ કે સ્થાનનું અતિક્રમણ ન કરવાથી ગુણની ઉત્પત્તિ થાય છે.” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગની દેશના પૂ. ગીતાર્થ સાધુભગવન્તોએ આપવી જોઇએ; જે રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપ ફ્લેશનો નાશ કરનારી છે. રાગાદિભાવધાતુઓનું સામ્ય (અનુદ્રિત અવસ્થા ) પ્રાપ્ત થવાથી એ પરમતારક દેશના રાગાદિજન્ય દોષને દૂર કરનારી છે.
POPOROD
067b7b7bud