SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના અનન્તાનન્ત ગુણોને રોકવાનું કામ આમ જોઈએ તો એકલા વિર્યાન્તરાયે કર્યું છે. અનાદિકાળથી ગુણ વગરના તો છીએ જ. પરન્તુ જ્યારે ગુણથી પરિપૂર્ણ બનવાની સામગ્રી પૂર્ણતાને પામી હોય ત્યારે આ વર્યાન્તરાયના વિપાકે એ અવસરને તન અર્થહીન બનાવ્યો છે. શક્તિનું નિગૂહન (છુપાવવું તે) સમગ્ર ગુણોનું આચ્છાદન છે. માટે ગુણના અર્થી જનોએ શક્તિ છુપાવ્યા વિના શક્તિ પ્રમાણે આગમના વચન મુજબ તેના પાલનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ.....વર્યાન્તરાયર્મના વિપાકની ભયંકરતા ન સમજાય ત્યાં સુધી ઉપર જણાવેલો અર્થ નહિ સમજાય. જિજ્ઞાસુઓએ અષ્ટક પ્રકરણમાં સાતમા અષ્ટકનું અધ્યયન કરી લેવું જોઈએ. તે અષ્ટકમાં ઉપર જણાવેલી વાત સ્પષ્ટ કરી છે. તે ૧-૧૫ | ‘આ રીતે કારણે દાન આપવાથી; પૂ. સાધુભગવન્તોને વિહિત પ્રવૃત્તિના કારણે પુણ્યબન્ધ થવા છતાં કોઈ દોષ નથી.' -આ પ્રમાણે માનવામાં દૂષણાન્તર જણાવાય છે किं च दानेन भोगाप्तिस्ततो भवपरम्परा । થHધર્મક્ષયાન્જ િમુમુક્ષો નૈષ્ટિનિત્ય છે -૬ .. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કારણે પણ પૂર્વે જણાવ્યા મુજબ પૂ. સાધુમહાત્માઓ અનુકમ્પાદાન આપે તો તેમને પુણ્યબન્ધ થવાથી તેના વિપાથી ભોગની પ્રાપ્તિ થાય; અને તેથી મોહની ધારા વધવાથી ક્રમે કરી ભવની પરંપરા સર્જાય. કારણ કે ધર્માધર્મસ્વરૂપ પુણ્ય પાપના ક્ષયથી મુક્તિ થાય છે. તેથી મુક્તિમાં બાધક એવું આ અનુકંપાદાન મુમુક્ષુ એવા પૂ. મુનિભગવન્તો માટે ઉચિત નથી – એ સ્પષ્ટ છે. / ૧-૧૬ | ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરી; ‘પૂ. સાધુભગવન્તોએ અનુંમ્પાદાને કારણે કરવું જોઈએ-એ વાતનું સમર્થન કરાય છે – GDDEDGENDED DHDHD]D]D]D]D]D, GOOGGLUDUDGETS
SR No.023206
Book TitleDan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy