SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ णमो ऽत्थु णं समणस्स भगवओ महावीरस्स । द्वात्रिंशतो वाचकमुख्यजात - द्वात्रिंशिकानां बुधदुर्गमाणाम् । भवन्तु गम्या अविशालबोधै र्बुद्ध्येति सारार्थमिहातनोमि ॥ ઇન્દ્રોના સમુદાયથી જેઓશ્રીનાં ચરણયુગલ સારી રીતે નમસ્કૃત થયેલાં છે તે શ્રી જિનેશ્વરદેવને આશ્રયીને રહેલી જેણીને યોગીઓ પણ સારી રીતે નમે છે તે ભારતી-સરસ્વતી મને ભારતી-વાણીને સારી રીતે સદા આપે. કલ્યાણસ્વરૂપ અનેક શાસ્ત્રના અર્થોનો મનમાં સંગ્રહ કરીને દ્વાત્રિંશ-દ્વાત્રિંશિકા પ્રકરણનો પ્રારંભ કરનારા ગ્રન્થકાર પરમર્ષિ ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ હોવાથી પરમમંગલસ્વરૂપ દાનની બત્રીશી (દ્વાત્રિંશિકા ) પ્રથમ કહે છે. અર્થાદ દાનદ્વાત્રિંશિકાની રચના પ્રથમ કરે છે. 1 ऐन्द्रशर्म प्रदं दानमनुकम्पासमन्वितम् भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनैः ॥ १-१॥ અનુકમ્પાથી યુક્ત દાન ઈન્દ્રસંબન્ધી સુખને આપનારું છે. અને ભક્તિપૂર્વક સુપાત્રને અપાતું દાન તો મોક્ષને આપનારું છે - આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવોએ ઉપદેશ્યું છે. આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ; સામાન્યથી અહીં ‘દાનન્દ્વાત્રિંશિકા’ (દાન-બત્રીશી)માં અનુકંપાદાન અને સુપાત્રદાન-આ બે દાનનો વિચાર કર્યો છે. એમાં અનુકંપાપૂર્વક જે દાન છે તેને અનુકંપા-સમન્વિત દાન કહેવાય છે. ઈન્દ્રસમ્બન્ધી જે સુખ છે તેને ઐન્દ્રશર્મ કહેવાય છે. અનુકમ્પાસમન્વિત દાન આપવાથી ઇન્દ્રસંબન્ધી સુખ પ્રાપ્ત થાય છે. અહીં ઈન્દ્રસંબન્ધી સુખથી સાંસારિક સુખમાત્રનું ગ્રહણ કરવાનું pon TET DDDDDDDD ૧૩ DOR OR ALL L LLD BE G07GUDCG
SR No.023206
Book TitleDan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy