SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ, તપશ્ચરણ, ભાવધર્મ, જ્ઞાનરત્ન, સમ્યગ્રદર્શન, ચારિત્રદર્શન આસ્તિકનાસ્તિક્વાદ, જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઐક્યતા, અશ્વાવબોધતીર્થ, જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ, સમળીવિહાર, આજ્ઞાપત્ર, કિન્નરીને સંવાદ, ધર્માધર્મનાં પ્રત્યક્ષ ફળો, કલિકાળની સ્થિતિ, ગૃહસ્થનાં બાર વત, અગિયાર પ્રતિમા, અને ગિરનારને સંધ આ સર્વે વિષયને સમાવેશ આ ચરિત્રમાં થાય છે. - દષ્ટાંતોમાં અનંગદત્ત, મેરધથ, વિભક, કળાવતી, વિષ્ણુકુમાર, નરવિક્રમ, શ્રેયાંસકુમાર, માદેવા, નરસુંદર, મહાબળ, વૃષભ અને શીયળવતીને અગિયાર પુત્ર વિગેરે વિચારપૂર્વક વાંચી અનુકરણ કરવા જેવાં છે. - - કુમારી સુદર્શનાનું આખું જીવનચરિત્ર પ્રાયે પવિત્ર વિચાર અને જીવનોથી ભરપૂર છે, વિચાર કરતાં એકંદર સામાન્ય જીવોથી લઈ વિચારવાન છોપયતના સર્વ મનુષ્યોને પિતાની લાયક્તા અને લાગણીના પ્રમાણમાં ફાયદો કર્તા છે. આ માગધી ચરિત્ર સાંભળવાને લાભ પ્રાયે કોઈકને જ મળતું હોવાથી અને તેમાં ઉપયોગી ઉપદેશ સમાયેલો હોવાથી મેં તે ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું છે. આ ભાષાંતર અક્ષરશઃ કરવામાં આવ્યું નથી છતાં તે સહેલાઈથી સમજી શકાય તેવું લખવા માટે કાળજી રાખવામાં આવી છે. આગ મેં સડસઠનું ગયું ચોમાસું મારા ગુરૂ શ્રી પંન્યાસજી કમળવિજયજી સાથે ઊંઝામાં કરવામાં આવ્યું હતું. વખત અને શાંતિ વિશેષ હેવાથી આ ચરિત્રનું ભાષાંતર ત્યાં લખવામાં આવ્યું છે. વાંચનાર વાંચકોએ તેમાંથી શક્તિ અનુસાર એગ્ય અનુકરણ કરવા પ્રયત્ન કરો. લ. પં. કેશરવિજય ગણિ, ૧૯૬૮ પોષ વદ ૧, મુ માણસા
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy